ખાંભાના ભાણીયા ગામે બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તરે એક લાખથી વધુની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી હતી. જેને લઈ સબ ડીવીઝનલ ઇન્સ્પેક્ટર પોસ્ટ સજ્જનકુમાર શ્રીલીલુરામ (ઉ.વ.૩૬)એ રાભડા ગામે રહેતા ભાણીયા બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર પારસકુમાર જસુભાઇ ગજેરા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી ભાણીયા બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં સરકારી કર્મચારી તરીકે કાર્યરત હતા. ફરજ દરમિયાન પોસ્ટ ઓફિસની ખુલતી સિલકના તેમની પાસે નીકળતા નાણા કુલ રૂ.૧,૦૨,૩૧૬ રજૂ કરવાના બદલે તેણે પોતાના અંગત ખર્ચ માટે ઉપયોગ કરી વાપરી સરકારી નાણાનો દુરવિનિયોગ કરી ઉચાપત કરી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ જી.એમ. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.
ભાણીયા ગામે બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તરે રૂ.૧લાખની ઉચાપત કરી



















Recent Comments