ગુજરાત

ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરુ, અમદાવાદ-સુરત સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો

ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરુ થઈ છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડીનો ચમકારો નલિયા સહિતના વિસ્તારોમાં જોવા મળે છે, ત્યારે આજે ગુરુવારે (20 નવેમ્બર) નલિયામાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદ-સુરત સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીનું જોર વધ્યું છે. IMD અમદાવાદ મુજબ, અમદાવાદમાં 15.1 ડિગ્રી, સુરતમાં 16.4 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, ભુજમાં 14.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ શહેરોમાં તપમાન ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સામાન્ય તાપમાન કરતાં તાપમાનના ઘટાડા અંગે વાત કરીએ તો, અમદાવાદમાં 1.6 ડિગ્રી, વડોદરામાં 3.7 ડિગ્રી, ભાવનગરમાં 2.8 ડિગ્રી, સુરતમાં 3.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 3.2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં પોરબંદરમાં સૌથી વધુ 5.3 ડિગ્રી સામાન્ય તાપમાન કરતાં ઘટ્યું છે.રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો સહિત મોટાભાગના સ્થળોએ રાત્રિ અને વહેલી સવારે ઠંડીનું જોર વધુ જોવા મળે છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના જિલ્લામાં તાપમાન ઘટતાં જોરદાર ઠંડીનો અહેસાસ થશે.

Related Posts