અમરેલી

અમરેલી જિલ્લાના કંટાળા અને વાવડી ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન અપાયું

ખાંભા તાલુકાના કંટાળા અને બાબરાના વાવડી ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ અમરેલી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો તેમજ જંતુનાશક અસ્ત્રો વિશેની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. જેમાં પ્રોજેક્ટ ડાયરેક્ટમાં શ્રી એમ. ઝેડ. ઝીડ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી ડી.એ.ચાવડા, તાલુકાના બીટીએમ રાજેશભાઈ કોયાણી, તાલુકા પ્રોજેક્ટ મેનેજર રાજેશભાઈ મકવાણા તથા ચિરાગભાઈ ઠુંમ્મર, આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરશ્રી, ખેતી મદદનીશશ્રી ઉપરાંત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts