અમરેલી ખાતે એપ્રેન્ટીસ અધિનિયમ- ૧૯૬૧ અંતર્ગત એપ્રેન્ટીસ ભરતી મેળા- ૨૦૨૬-૨૭નું તા.૫મી ડિસેમ્બરના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં સિવિલમાં ડિપ્લોમા કે ડિગ્રી કરનાર ઇજનેર, બી.એ., બી.બી.એ. કે બી. કોમમાં સ્નાતક થયેલા ઉમેદવારો ઉપરાંત આઈ.ટી.આઈ. માં બે વર્ષનો ફીટર, પ્લમ્બર, ડ્રાફ્ટ્સમેન્ટ કે ઇલેક્ટ્રિશિયન અભ્યાસ કરનાર ઉમેદવારો ભાગ લઈ શકશે.
એપ્રેન્ટીસ ભરતી મેળો કાર્યપાલક ઈજનેર શ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ નં.૧, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ લાઠી રોડ, એસટી ડિવિઝન પાછળ, સરસ્વતી સ્કૂલ સામે અમરેલીની કચેરી ખાતે તા.૫-૧૨-૨૦૨૫ના રોજ સવારે ૧૦ કલાકે યોજાશે.
આ ભારતીય મેળામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ NATS/SKILL INDIA / MSDE /MHRD પોર્ટલ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે. અંગેની વધુ માહિતી માટે GWSSB ની વેબસાઈટ https://water supply.gujarat.gov.in / recruitment પરથી મળી રહેશે.
વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટે ઉક્ત કોર્ષ પૂર્ણ થયાના વધુમાં વધુ બે વર્ષ સુધીના ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું આવ્યું છે એટલે કે, વર્ષ ૨૦૨૩/૨૪/૨૫માં પાસ આઉટ થયેલા હોય તેવા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે.
કાર્યપાલક ઇજનેર જા.આ.બાં વિભાગ નં.૧ અમરેલીની કચેરી તેમજ તેના નિયંત્રણ હેઠળની પેટા વિભાગીય કચેરીઓ અમરેલી, ધારી, રાજુલા, બાબરા, લીલીયા, સાવરકુંડલા માટે એપ્રેન્ટીસ તરીકે તાલીમાર્થી માટે આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ કાર્યપાલક ઇજનેર શ્રી પી.જી. મકવાણાની યાદીમાં જણાવ્યું છે.





















Recent Comments