ભાવનગર

ભાવનગરમા એ. જી. ઓફિસ અને લોકલફંડના સંયુક્ત ઉપક્રમે ભાવનગર ઝોનનું બે દિવસીય ટેકનિકલ માર્ગદર્શન અને સહાય તાલીમ યોજાઇ

પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ, રાજકોટ અને એક્ઝામિનર, લોકલ ફંડ એકાઉન્ટ્સ, ગાંધીનગર સંયુક્ત ઉપક્રમે
ભાવનગર ઝોનનું તા: 20-11-2025 અને 21-11-2025 ન્યુ કોર્ટ હોલ, વહીવટી ભવન, એમ.કે.બી. યુનિવર્સિટી,
ભાવનગર ખાતે ટેકનિકલ માર્ગદર્શન અને સહાય તાલીમ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલીમમાં ટેક્નિકલ દ્રષ્ટિએ આવેલા નવા આયામો અને તેના ઉકેલ અંગે આ સાથે સંકળાયેલા અધિકારીઓ
કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ ઉદ્ઘાટન પ્રસંગે એમ. કે. યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ભાવેશભાઈ જાની, એ. જી. કચેરીના શ્રી
ગૌતમકુમાર, શ્રી એન બી વાજા, વિભાગીય નિયામક શ્રી એમ કે નંદાણીયા, જિલ્લા સહાયક નિરીક્ષક શ્રી કે જે
ગોસ્વામી સહિતના અધિકારીઓ-કર્મચારીઓ હાજર હતા.

Related Posts