ભાવનગર

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગારીયાધાર શહેર-તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમનું આયોજન

યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા તે હેતુસર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા
૧૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને ધોરણ ૧૦ પાસ કે તેથી વધુ અભ્યાસ ધરાવતા ઇચ્છુક પુરુષ અને મહિલા
ઉમેદવારો માટે નિ:શુલ્ક યોગ ટ્રેનર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યોગ ટ્રેનરની તાલીમ લેવા માટે
ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઓનલાઇન અરજી‌ કરવા માટે લીંક : www.gsyb.in પર અરજી કર્યા બાદ યોગ ટ્રેનર પાસેથી તાલીમ લઇ
ઉમેદવારોને સરકાર માન્ય યોગ ટ્રેનર સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. ત્યાર બાદ ટ્રેનરની તાલીમ લીધેલ
ઉમેદવારોએ પોતાની જગ્યા પર, નજીકની શાળા, કોલેજ, સોસાયટી, ગાર્ડન કે અન્ય કોઈપણ જગ્યાએ ઓછામાં ઓછો
એક નિયમિત યોગ ક્લાસ ચાલુ કરવાનો રહેશે. જે બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમને માનદ વેતન આપશે.
જેમાં ગારીયાધાર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે જે ઇચ્છુક પુરુષ અને મહિલા ઉમેદવારો
જોડાવવા માંગતા હોય તેમણે તા.૩૦/૧૧/૨૦૨૫ સુધીમાં‌ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે મો. ૭૮૭૪૮૬૭૯૯૦ અને ૯૯૨૪૭૩૯૦૯૧ તેમજ શ્રી મયંકભાઈ સોલંકી,
ધરતી હોસ્પિટલ, પાલીતાણા રોડ, ગારીયાધારનો સંપર્ક સાધવો. તેમ જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી વિશાલભાઈ ડાભીની
અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts