ભાવનગર

ઊંચા કોટડા માધ્યમિક અને ઉચ્ચતર મા.શાળા ખાતે પોક્સો એક્ટ અંગે સેમીનાર યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી‌ દ્વારા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઊંચા કોટડા
માધ્યમિક અને ઉચ્ચતર મા.શાળા ખાતે જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ આપતો અધિનિયમ 2012 (POCSO )અંગે
એક દિવસીય સેમીનાર યોજાયો હતો.
જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી‌ના DMC દ્વારા મહિલા અને બાળ વિકાસની
યોજના,દિકરીઓના હેલ્થ અને પોષણ વિશે તેમજ Dcpu ના સોશ્યલ વર્કર દ્વારા પોક્સો એક્ટ, પાલક માતા પિતા
યોજના‌ વિશે તેમજ‌ ચાઈલ્ડ હેલ્પના સુપરવાઈઝર દ્વારા ગુડ ટચ બેડ ટચ,1098 અને 181 હેલ્પ લાઈન‌ની માહિતી
આપી દીકરીઓ સાથે સંવાદ
કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આ વેળાએ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત વ્હાલી દિકરી યોજનાના
બે લાભર્થીઓને મંજુરી હુકમો એનાયત કરવામાં આવ્યાં હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન DHEW યોજનાના GS દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઊંચા કોટડા
માધ્યમિક અને ઉચ્ચતર મા.શાળાના આચાર્ય શ્રી સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts