દુબઈ એર શો દરમિયાન શુક્રવારે(21 નવેમ્બર) ભારતનું સ્વદેશી ફાઇટર જેટ LCA તેજસ અચાનક ક્રેશ થઈ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટના ત્યાંના સ્થાનિક સમય અનુસાર બપોરે 2.10 વાગ્યે થઈ. હજારો દર્શકો દુબઈ એર શો દરમિયાન ત્યાં લડાકૂ વિમાનના કરતબ જોઈ રહ્યા હતા. તે દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ હતી. ભારતીય વાયુસેનાએ દુબઈ એર શો દરમિયાન થયેલી તેજસ વિમાન દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.દુબઈ એર શો દરમિયાન થયેલા તેજસ વિમાન ક્રેશમાં પાયલટનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ભારતીય વાયુસેનાએ સમગ્ર ઘટના અંગે જણાવ્યું કે, આજે દુબઈ એર શોમાં એરિયલ ડિસ્પ્લે દરમિયાન IAF તેજસ વિમાન અકસ્માતનો ભોગ બન્યું. આ અકસ્માતમાં પાયલોટને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભારતીય વાયુસેના પાયલટની જાનહાનિ પર ખૂબ જ દુઃખ વ્યક્ત કરે છે અને આ દુઃખના સમયમાં શોકગ્રસ્ત પરિવાર સાથે મજબૂત રીતે ઊભી છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ કોર્ટની રચના કરવામાં આવી રહી છે.અલ મકતૂમ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર તેજસ વિમાન શાનદાર કરતબ કરી રહ્યું હતું ત્યારે અચાનક જ નિયંત્રણ ગુમાવ્યું. ગણતરીની સેકન્ડમાં વિમાન સીધું જ જમીન પર ક્રેશ થયું. ક્રેશ થતાંની સાથે જ મોટો વિસ્ફોટ થયો અને આગ લાગી ગઈ. નોંધનીય છે કે દુબઈ એર શોમાં દુનિયાભરના વિવિધ દેશો પોતાના ફાઇટર જેટ મોકલતા હોય છે.
દુબઈ એર શોમાં ભારતનું ફાઇટર પ્લેન તેજસ ક્રેશ, પાયલટનું મોત, તપાસના આદેશ





















Recent Comments