સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજરોજ તારીખ ૨૨-૧૧-૨૫ને શનિવારે સવારે આઠ કલાકે કુંડલાના મુખ્યમાર્ગો પર સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચ પદયાત્રા સાવરકુંડલા શહેરના મુખ્યમાર્ગો
જેસર રોડ સરદાર પટેલ સોસાયટીના કોમન પ્લોટ રેલવે ક્રોસિંગ, ઝીંઝુડા ગેઈટ, રૂરલ 1 સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન, જુના બસ સ્ટેન્ડ, રિદ્ધિ સિદ્ધિ ચોક, મણીભાઈ ચોક રાઉન્ડ, જે.વી.મોદી હાઈસ્કૂલ, જૈન બોર્ડિંગ, કાપેલધાર, ગર્લ્સ હાઇસ્કુલ, કોલેજ રોડ થઈને અંતે શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આવેલ ઘેલાણી સભાગૃહમાં વિશાળ સભા યોજાઈ. જેમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી સંતો મહંતો, વિવિધ શાળા કોલેજના વિધાર્થીઓ, સામાજીક, રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં પદયાત્રા તથા સભામાં જોડાયા હતા.. આ પ્રસંગે યોજાયેલી સભામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ સરદાર વલ્લભભાઈ પટેલના ભારતીય એકતા સંદર્ભના યોગદાનની વાતો વાગોળતાં વાગોળતાં સાવરકુંડલા શહેરમાં પણ એક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું જાહેર ચોકમાં નિર્માણ થાય એવી સાવરકુંડલા નગરપાલિકાને ટકોર કરી હતી.


















Recent Comments