અમરેલી

બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી – જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની રેડ : શહેરના જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ

ગત તા. ૧૭ નવેમ્બર,૨૦૨૫ના રોજ અમરેલી જિલ્લામાં જિલ્લાકક્ષાની બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી અંગેની જિલ્લા ટાસ્કફોર્સ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બાળમજુરી ઝુંબેશ અન્વયે દરોડા દરમિયાન અમરેલી સ્થિત રેલ્વે ફાટક નજીક શ્રીજી પાન પાર્લર ખાતે એક બાળ શ્રમયોગીને ગેરકાયદેસર કામ પર રાખીને બાળમજુરી કરાવવાનું ધ્યાનમાં આવતા શહેર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો આચરનાર સંસ્થાના માલિક હર્ષદસિંહ ધીરેન્દ્રસિંહ ચૌહાણ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ મદદનીશ શ્રમ આયુક્ત અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts