પંજાબના માનસા જિલ્લામાં રોડ એક્સિડેન્ટમાં પંજાબી સિંગરનું મોત નીપજ્યું છે. માનસા-પટિયાલા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ખ્યાલા ગામના 37 વર્ષીય સિંગર હરમન સિદ્ધુનું મૃત્યું થયું છે. સિંગરની કારને ટ્રકની ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો.હરમન સિદ્ધુ ઘણા વર્ષો પહેલા સિંગર મિસ પૂજા સાથેના ‘પેપર જા પ્યાર’ ગીતથી રાતોરાત લોકપ્રિય બન્યા હતા. અવાજ અને સાદગીના કારણે હરમને સ્થાનિક સ્તરે નોંધપાત્ર નામના મેળવી હતી. આ અચાનક થયેલા અકસ્માતથી તેમના પરિવારને ઘેરા આઘાતમાં મૂકી દીધા છે.
હરમનના પરિવારમાં પત્ન અને એક નાની બાળકી છે. તમને જણાવી દઈએ કે, દોઢ વર્ષ પહેલા હરમનના પિતાનું નિધન થયું હતું. હરમનના મોતના સમાચાર મળતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માતની ઘટના અંગે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ટ્રકની ટક્કરના કારણે સિંગરે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માતને લઈને પોલીસ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.




















Recent Comments