ગુજરાત

કોમનવેલ્થ-૨૦૩૦ની યજમાની મળશે તો અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આતશબાજી કરવાની તૈયારી

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ યોજાશે તે લગભગ નકકી છે. આમ છતાં ગ્લાસગો ,સ્કોટલેન્ડ ખાતે ૨૪થી ૨૭ નવેમ્બર દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં ૨૬ નવેમ્બર-૨૫ના રોજ અંતિમ નિર્ણયની જાહેરાત થવાની સંભાવના વ્યકત કરાઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોમવેલ્થ-૨૦૩૦ની યજમાની કરવાની તક મળશે તો રિવરફ્રન્ટ ખાતે ભવ્ય આતશબાજી કરવામા આવશે.

સ્કોટલેન્ડ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં અમદાવાદમાં કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ યોજવા માટે ગેમ્સ પ્રપોઝલનુ પ્રેઝન્ટેશન કરવામા આવશે.પ્રેઝન્ટેશન પછી  મતદાન કરવામા આવશે અને અમદાવાદ શહેરને કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ના યજમાન શહેર તરીકે પુષ્ટિ આપતો હોસ્ટ કોલાબ્રેશન એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર થવાની સંભાવના છે. અમદાવાદ તરફથી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ગ્લાસગો, સ્કોટલેન્ડ ખાતેની કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમા ભાગ લેવા રવાના થઈ ગયા છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે  આતશબાજીના કાર્યક્રમને લઈ અનેક સ્પોટ ઉપર બેનરો અત્યારથી જ લગાવી દેવાયા છે.ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટને ઓલિમ્પિક-૨૦૩૬ને લઈ ઈમ્પેકટ એસેસમેન્ટ સ્ટડી કરશે.ગુજરાત સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કંપની તરફથી ઓથોરાઈઝેશન લેટર આપવામા આવ્યો છે.આ સ્ટડી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગને ડેટા સપોર્ટ કરવા ઉપરાંત તમામ માહિતી આપવી પડશે.

એસેસમેન્ટ સ્ટડીમાં મહત્વની કઈ બાબત ઉપર ફોકસ કરાશે?

૧.એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ દ્વારા પુરી પડાતી બસ સેવા અને ભવિષ્યનુ આયોજન

૨.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ,બ્રિજ,હાઉસીંગ ઉપરાંત પાણી અને ડ્રેનેજની કામગીરી પાછળ વાર્ષિક કરવામા આવતો ખર્ચ તથા ભવિષ્યનુ આયોજન

૩.રીંગ રોડ, રિવરફ્રન્ટના ફેઝ, ગેમ્સ વિલેજ સહિતના અન્ય પ્રોજેકટ માટે કયાં કેટલી રકમનુ ઈન્વેસ્ટમેન્ટ કરાયુ છે અને કેટલા સમયમાં જે તે પ્રોજેકટ પુરા કરાશે.૪.ટાઉન પ્લાનિંગ સ્કીમનો પ્રોગ્રેસ તથા સામાજિક આર્થિક સ્થિતિના વિષયને એસેસમેન્ટમાં આવરી લેવાશે.

૫.પાણી,સુઅરેજ ઈન્ફ્રાસ્ટ્રકચર,તેની ક્ષમતા તથા વિસ્તરીકરણની બાબત ઉપર ફોકસ કરાશે.

૬.કોર્પોરેશનની  પ્રોપર્ટી ટેકસ સહિતની આવક,વાર્ષિક ટેકસ કલેકશન

૭.જમીન સંપાદન  અને એસ્ટેટ ડેવલપમેન્ટ વેલ્યુ

૮.સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતા વિવિધ પ્રોજેકટનોએસેસમેન્ટ સ્ટડી કરાશે.

Related Posts