ગુજરાત

સુરતમાં મિત્રની પત્ની સાથે યુવકે દુષ્કર્મ આચર્યુ, આરોપી 5 માસથી પરિણીતા સાથે દુષ્કર્મ આચરતો હતો

સુરતમાં મિત્રની પત્ની સાથે યુવકે દુષ્કર્મ આચર્યુ છે અને મિત્રની પત્નીને ઘેની પદાર્થ સુંઘાડી દુષ્કર્મ આચર્યુ છે અને દુષ્કર્મ કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતીસુરતાં પાસોદરાની પરિણીતા સાથે પતિના મિત્રએ કોઈ કેફી પદાર્થ સૂંઘાડી દુષ્કર્મ આચર્યુ હતું. નગ્ન ફોટા પાડી બ્લેકમેઇલિંગ કરવા સાથે લગ્ન કરવા દબાણ કરતા વરાછાના ગૌતમ વાઘેલા સામે પોલીસે ગુનો દર્જ કર્યો હતો. પાસોદરામાં રહેતી ૨૫ વર્ષીય અને મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની છે. તેણીને બે સંતાનો છે. વર્ષ ૨૦૨૨માં તેઓ કાપોદ્રા ખાતે રહેતા હતા ત્યારે પડોશમાં રહેતા ગૌતમ વાઘેલા સાથે પતિની મિત્રતા થઇ હતી.ગૌતમે તેની પત્નીના મોબાઈલ પરથી યુવતીને મેસેજ કરવાના શરૂ કર્યા હતા. અને ભોગ બનનાર પણ મેસેજથી ગૌતમ સાથે વાતચીત કરતી હતી. દરમિયાન છ મહિના પહેલાં પતિ હીરાના કામકાજ અર્થે વરાછા-હીરાબાગ ગયો હતો. તે સમયે ઘરમાં ભોગ બનનાર અને નાનો દીકરો હાજર હતા.ત્યારે આરોપીએ આવી ફોર વ્હીલની ચાવી માગી હતી. ચાવી આપી તો તેને પાણી પીવા માંગ્યું હતું. ત્યારે ભોગબનનાર કિચનમાં પાણી લેવા ગયા તો પાછળ-પાછળ જઈ ગૌતમે બાહોાં પકડી લઇ ડાબા હાથમાં રહેલું કંઈક સૂંઘાડી દીધું હતું. તેણીને આંખે અંધારા આવી ગયા હતા.બેભાન બાદ ભોગ બનનાર સ્વસ્થ થઇ તો રસોડાના ભોંયતળિયે સૂતેલી હતી અને નાઈટ ડ્રેસ પણ અસ્તવ્યસ્ત હતો. પેટ તથા ગુપ્ત ભાગે દુખાવો ઉપડવા સાથે ડિલિવરી વખતે લીધેલા બે ટાંકા પણ તૂટી ગયા હતા. લોહી નીકળતું હોય આરોપીએ બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હોવાનું માલૂમ પડયું હતું. પતિને સમગ્ર હકીકત જણાવી ભોગબનનારે સારવાર પણ લીધી હતી. 

Related Posts