હાલ હમણા થોડા સમય પહેલા જ કુદરતી કહેર કમોસમી વરસાદ માવઠાનો સમય પસાર થયો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પડેલો અસહ્ય ફટકો અને ખેતી સાથે સંકળાયેલા લોકોને પણ આર્થિક રીતે ખાસ્સું નુકસાન થયું. પરંતુ સમય કાળે સમય સમયનુ કામ કરે એ સૂત્ર સાથે હવે કડકડતી ઠંડી અને શિયાળામાં લગ્નસરાની મોસમ જામી.. લોકો પોતાના સ્નેહીજનોના ઘરે યોજાયેલ લગ્ન સમારંભમાં નવા કપડા અને આભૂષણો સાથે બ્યુટી પાર્લરમાં સજી ધજીને લગ્નનો માહોલ માણતા જોવા મળ્યા. કોઈ વરધોડામાં રથ પર સવાર થઈને શહેરના જાહેર માર્ગો પર નીકળતા જોવા મળેલ. તો કોઈ મોટર કાર ઘોડા પર પણ સવાર થઈને લગ્નની આ અનોખી મોજ માણતાં જોવા મળેલ. જેના લગ્ન થવાના છે એના માતાપિતાનો કંઈક અલગ જ મિજાજ જોવા મળેલ. તો આ નિમિતે ઠેર ઠેર સ્વરૂચિ ભોજન અને દાંડિયા રાસ જેવા કાર્યક્રમો યોજાયા. શહેરની તમામ જ્ઞાતિ વાડીઓ આ લગ્નસરાની મોસમમાં બુક થઈ ગયેલ જોવા મળેલ. તો થોડા માલદાર લોકો તો રિસોર્ટ ખાતે લગ્નની તમામ વિધિઓ યોજતા જોવા મળેલ. એકંદરે કમોસમી માવઠાનું દર્દ ભૂલીને પોતાના વ્હાલસોયા સંતાનને લગ્ન જીવન પવિત્ર બંધનમાં જોડવામાં આ પ્રસંગ તમામ પોતપોતાના શક્તિ મુજબ ભવ્ય રીતે ઉજવવામાં મસ્ત થયાં. જો કે લગ્નસરાની મોસમ હોય એટલે તમામ દુકાનદારોને પણ જોરદાર ઘરાકી જોવા મળી. ઘણા તો દેણું કરીને સમાજને બતાવી દેવા ભવ્ય જલસો યોજતા જોવા મળેલ છે. એકંદરે લગ્ન એ જીવનનો અણમોલ પ્રસંગ કહેવાય એટલે આ સમયે કોઈ કચાશ ન રહી જાય તે બાબતે સતત દોડધામ કરતાં પણ જોવા મળેલ. ડિસ્કો ડી. જે. બેન્ડ વાજા, અને વિસરાતા જતાં ઢોલ શરણાઈનો પણ આ લગ્નસરાની મોસમમાં પુષ્કળ ઉપયોગ કરવામાં આવેલ
એકંદરે કહીએ તો આપણાં લગ્ન શાનદાર અને લોકો કાયમ માટે યાદ કરે તે સંદર્ભે સૌ પોત પોતાની શક્તિ મુજબ લગ્નના સમારોહને ભવ્યાતિભવ્ય બનાવવા કોશિશ કરતા જોવા મળ્યા હતા. ફોટોગ્રાફી વિડિયો ગ્રાફી પ્રિ વેડિંગ પોસ્ટ વેડિંગ જેવા શૂટિંગનો કેમેરામાં કેદ કરી જીવનનું કાયમી સંભારણું બની રહે તે માટે હોડ કરતાં જોવા મળ્યા. ભોજન સમારંભમાં પણ અવનવી ખાદ્ય સામગ્રી સાથે અવનવી આઈટમો દ્વારા લોકો પણ ભરપેટ ભોજન કરતાં જોવા મળ્યા.



















Recent Comments