રાષ્ટ્રીય

1 જાન્યુઆરી 2026થી NCRમાં પેટ્રોલ-ડીઝલની ગાડીઓ થી નહીં કરી શકાય સામાનની ડિલિવરી, આદેશ જાહેર

નોઈડા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર(NCR)માં વધતાં પ્રદૂષણના નિયંત્રણ કરવા માટે અને હવાની ગુણવત્તામાં સુધારો કરવાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ(CAQM)એ આદેશ કર્યો છે કે, નોઈડા અને ગ્રેટર નોઈડામાં ઈ-કોર્મસ અને ઓનલાઈન ડિલિવરી સેવામાં પેટ્રોલ અને ડીઝલની ગાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે આગામી 1 જાન્યુઆરી, 2026થી લાગુ થશે. આ પછી કોઈપણ ડિલિવરી કંપનીના પેટ્રોલ-ડીઝલ વાળી બાઈક, સ્કૂટર, ઓટો સહિતના (LCV/LGV) વાહનોનો ઉપગોય કરવાની અનુમતિ નહીં અપાઈ. તમને જણાવી દઈએ કે, CAQM દ્વારા જાહેર કરાયેલા આદેશની સીધી અસર સ્વિગી, જોમેટો, બ્લિંકિટ, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી મોટી કંપનીઓ અને હજારો ડિલિવરી પાર્ટનર્સ પર પડશે. તમામ ડિલિવરી પાર્ટનર્સને આગામી દોઢ વર્ષમાં તેમના વાહનોને CNG અથવા ઇલેક્ટ્રિક વાહનો(EVs)માં રૂપાંતરિત કરવા પડશે. આદેશ અનુસાર, ડિલિવરી સેવાઓમાં સામેલ દરેક ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને નાના કોમર્શિયલ વાહનને ફક્ત ‘ક્લિન ફ્યૂલ’ પર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.નોંધનીય છે કે, આ આદેશના અસરકારક અમલીકરણની તૈયારી માટે સેક્ટર 32માં નોઈડા ARTO ઓફિસ ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ARTO નંદ કુમાર અને ARTO વિનય કુમાર સિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને ઓનલાઈન ડિલિવરી સેવાઓ સાથે સંકળાયેલી વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 2026ની સમયમર્યાદા કોઈપણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં, તેથી કંપનીઓએ હવેથી તેમનું આયોજન શરૂ કરવું જોઈએ. જેથી તેમને પછીથી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.ARTOના અધિકારીએ જણાવ્યું કે, આ પહેલ પરિવહન વ્યવસ્થા બદલવા માટે નહીં પરંતુ શહેરમાં વધતાં હવા પ્રદૂષણમાં સુધારો લાવવાની દિશામાં એક આવશ્યક પગલું છે. પેટ્રોલ-ડીઝલના વાહનોથી હવાના પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. જેમાં ડિલિવરીના વાહનોની સંખ્યા વધુ હોવાથી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે. તેવામાં 2026માં માત્ર CNG અથવા ઇલેક્ટ્રિક વાહનો(EVs) વાહનોને ડિલિવરી માટે પરવાગની આપવામાં આવશે. CAQMનો નિર્ણય લાગુ થવાથી નોઈડા-ગ્રેટર નોઈડામાં ડિલિવરી સિસ્ટમ સંપૂર્ણ રીતે બદલતી જોવા મળશે. આમ ભવિષ્યમાં રસ્તાઓ પર ફક્ત શાંત, લીલા અને પર્યાવરણને અનુકૂળ ડિલિવરી વાહનો જ જોવા મળશે. નિષ્ણાતો માને છે કે, આ ફેરફાર શરૂઆતમાં કંપનીઓ માટે પડકારજનક હશે, પરંતુ લાંબા ગાળે તે પર્યાવરણ અને નાગરિકો બંને માટે ફાયદાકારક સાબિત થશે.

Related Posts