રાષ્ટ્રીય

ટીમ ઈન્ડિયાની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત બગડતા લગ્ન હાલ ટળ્યા, સાંગલીમાં આજે હતા લગ્ન

ટીમ ઈન્ડિયાની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાના લગ્ન પ્રસંગમાં મુશ્કેલી ઉભી થઇ છે.23 નવેમ્બર રવિવારના રોજ પલાશ મુછલ સાથે સ્મૃતિ મંધાનાના લગ્ન થવાના હતા.સ્મૃતિ અને પલાશના લગ્નની ઉજવણી વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, લગ્ન પહેલા જ સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત લથડી છે. મહારાષ્ટ્રના સાંગલીમાં સ્મૃતિ મંધાનાના નવા ઘરમાં છેલ્લા કેટલાક દિવસોથી લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને બધી વિધિઓ પૂર્ણ થઈ રહી હતી. લગ્નનો શુભ સમય રવિવાર, 23 નવેમ્બરના રોજ સાંજે 4:30 વાગ્યાની આસપાસ હતો. પરંતુ આનંદી વાતાવરણ અચાનક તણાવમાં ફેરવાયુ હતુ.સ્મૃતિ-પલાશના લગ્ન પહેલાં સ્મૃતિના ઘરે તેમના પિતાની તબિયત બગડી હતી. અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુચ્છલના લગ્ન અચાનક મુલતવી રાખવામાં આવ્યા છે. સ્મૃતિના પિતા અચાનક બીમાર થતા એમ્બ્યુલન્સ આવી અને સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.નાસ્તા દરમિયાન મંધાનાના પિતાની તબિયત બગડી હતી, પરંતુ જ્યારે તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં, ત્યારે તેમને તાત્કાલિક સાંગલીની સર્વહિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોકટરો તેમની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. સ્મૃતિ મંધાનાના મેનેજર તુહિન મિશ્રાએ સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું. તેમણે કહ્યું, આજે સવારે નાસ્તો કરતી વખતે શ્રીનિવાસ મંધાનાની તબિયત બગડી ગઈ. અમને લાગ્યું કે તે સ્વસ્થ થઈ જશે, તેથી અમે થોડી રાહ જોઈ. પરંતુ પછી તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

Related Posts