અમરેલીના જાફરાબાદનો એક માછીમાર યુવાન જસંવતભાઇ રામજીભાઇ બારૈયા દરિયામાં લાપતા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે શનિવારે દરિયામાં માછીમારી કરવા નીકળ્યા તે સમયે ખલાસી લાપતા હોવાનું જણાય છે. જે લગભગ જાફરાબાદથી આશરે 15 નોટિકલ માઈલ દૂર દરિયાની ઘટના છે. ખલાસી ‘આનંદ સાગર’ નામની બોટમાં માછીમારી કરવા જઈ રહ્યા હતા.મળતી માહિતી મુજબ, જાફરાબાદથી ‘આનંદ સાગર’ નામની બોટમાં ખલાસી માછીમારી કરવા નીકળ્યા હતા. આ દરમિયાન એક ખલાસી ગુમ થયો હતો. ખલાસી ગુમ થતાં માછીમારોમાં ચિંતાનો માહોલ છવાયો છે. તમને જણાવી દઈએ કે, માછીમારી કરવા જતાં ખલાસીઓ ગુમ થતાં હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને લઈને માછીમારોના પરિવારમાં હંમેશા ડર રહેતો હોય છે. દરિયામાં ખલાસી ગુમ થવાની ઘટનાને લઈને માછીમાર બોટ એસોસિયેશનના પ્રમુખે આ અંગે જાફરાબાદ મરીન પોલીસ અને પીપાવાવ કોસ્ટ ગાર્ડને જાણ કરી છે આ ઉપરાંત, દરિયામાં રહેલી અન્ય બોટને પણ આ અંગે જાણકારી આપવામાં આવી છે.
જાફરાબાદથી 15 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ખલાસી ગુમ, પરિવારે મરીન પોલીસ-પીપાવાવ કોસ્ટ ગાર્ડને કરી જાણ



















Recent Comments