ગુજરાત

ભાવનગર મહાપાલિકાનું મેગા ડિમોલિશન, તરસમિયા TP હેઠળ આવતા રોડ પર મદરેસાના 6 ફ્લેટ, 8 હોસ્ટેલના રૂમ સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

ભાવનગર મહાનગરપાલિકાનું મેગા ડિમોલિશન સામે આવ્યું છે, તરસમિયા TP હેઠળ આવતા રોડ પરનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે, મદરેસાના 6 ફ્લેટ અને 8 હોસ્ટેલના રૂમ સહિત દૂર કર્યા છે.મદરેસાના કમ્પાઉન્ડ હોલ, રસોડાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે, દબાણ હટાવી 1500 ચો.મી.ની જગ્યા ખુલ્લી કરાઈ છે અને 100થી વધુ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું છે. 100 થી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ 4 જેસીબી અને 3 હીટાચી વડે મદરેસાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. દબાણ હટાવી 1500 ચોરસ મીટર ની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.ભાવનગર શહેરમાં વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, ભાવનગરના અકવાડા નજીકની જગ્યાઓ પર આ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, મનપાના દબાણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, તો મદરેસા અને ફલેટની અંદર રહેતા લોકો માલસામાન સાથે બહાર નીકળ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે.ભાવનગરમાં મદરેસાની જગ્યામાં આવતા ફલેટ અને હોસ્ટેલમાં દબાણ દૂર કરવામાં આવ્યા છે, ઘોઘા રોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીને 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા છે. 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર આ દબાણ કામગીરીમાં લાગ્યા છે. અંદાજિત 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરવામાં આવશે. 

Related Posts