અમરેલી

અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો ‘SIR’ અભિયાનની વિશેષ બૂથ ડ્રાઈવમાં બૂથમાં જોડાયા

ભારતના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા ‘SIR’ (Special Intensive Revision) એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
અંતર્ગત અમરેલી જિલ્લામાં ૨૩ નવેમ્બર, ૨૦૨૫ (રવિવાર) ના રોજ એક વિશેષ બૂથ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
મતદાતાઓને વધુ સચોટ અને ઝડપી સેવા મળી રહે તે હેતુથી દરેક મતદાન મથક પર સરકારી BLO (બૂથ લેવલ ઓફિસર)
હાજર રહી મતદાર યાદી સુધારણાનું કાર્ય કર્યુ હતુ.
આ લોકશાહીના પર્વ સમાન અભિયાનને વધુ વેગવંતુ બનાવવા અને નાગરિકોને જાગૃત કરવાના ઉમદા હેતુથી અમરેલી જિલ્લા
ભાજપ દ્વારા ચૂંટાયેલા પદાધિકારી, સંગઠનના આગોવાનો સહિત ભાજપના આગેવાનોને પોતાના મતદાન બૂથ પર અને અન્ય
બૂથ પર જઈને કામગીરીમાં મદદરૂપ થવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલ કાનાણીએ જણાવ્યું હતું કે, SIR એટલે મતદાન સુધારણા કાર્યક્રમ એ આપણો પોતાનો છે એમ
માનીને સૌએ એમાં સહકાર આપવો જોઈએ. રવિવારના રોજ જે સ્પેશ્યલ બૂથ ડ્રાઈવ ચલાવવામાં આવી એમાં વધુમાં વધુ ફોર્મ
ભરાઈ જાય અને મતદાતાઓ પોતાનું કામ સરળતાથી કરી શકે એ માટે બૂથ પર આગેવાનો અને કાર્યકર્તાઓ મદદમાં રહ્યાં હતાં.
આ વિશેષ બૂથ ડ્રાઈવ દરમિયાન જિલ્લા ભાજપના તમામ આગેવાનો પોતપોતાના નિર્ધારિત બૂથ પર હાજર રહીને બીએલઓને
મદદરૂપ બન્યા હતા..
ગુજરાત સરકારના ઊર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અમરેલી તાલુકાના મોટા માચિયાળાના બૂથ નંબર 126, 127 અને નાના
માચિયાળાના બૂથ નંબર 130 અને 131 સહિત વિવિધ બૂથ પર હાજર રહ્યાં હતાં. જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ
કાનાણી ધારી તાલુકાના પ્રેમપરા, હરીપરા અને નવી વસાહત સહિતના વિસ્તારના બૂથોમાં જોડાયા હતાં. સાંસદ શ્રી ભરતભાઈ
સુતરિયાએ તેમના પ્રવાસ દરમિયાન લોકસભાના વિવિધ ગામોના બૂથો પર મુલાકાત લીધી હતી. રાજુલાના ધારાસભ્ય શ્રી
હીરાભાઈ સોલંકીએ શિયાળબેટ, ચાંચ, વિક્ટરથી છતડિયા સુધીના વિવિધ બૂથો પર જ્યારે લાઠીના ધારાસભ્ય શ્રી જનકભાઈ
તળાવિયાએ કાચરડી, નારણગઢ, દામનગરથી લુણકી સુધીના બૂથો પર જઈને બૂથ લેવલ ઓફિસર અને મતદાતાઓ સાથે ચર્ચા
વિમર્શ કરી હતી. જ્યારે ધારીના ધારાસભ્ય શ્રી જે વી કાકડિયાએ ધારી, ડેરી પીપરીયાથી લઈને રાયડી સુધીના બૂથોમાં જઈને
કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. તદુપરાંત સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પણ આ અભિયાન અંતર્ગત
સાવરકુંડલા શહેરનાન વિવિધ બૂથો પર SIR કામગીરીમાં મદદરૂપ થવા બૂથ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

Related Posts