ભાવનગરના ડેપ્યુટી રિજિયોનલ ફાયર ઓફિસર શ્રી મહેશ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ-રાળગોન ખાતે વ્યાપક ફાયર સેફ્ટી ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ધોરણ 6 થી 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસના કુલ 1200 જેટલા વિદ્યાર્થી, શિક્ષકો તથા સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
ટ્રેનિંગ દરમિયાન સાહેબશ્રીએ આગ લાગવાની પરિસ્થિતિમાં લેવાના તાત્કાલિક પગલાં, આગના પ્રકારો, અગ્નિશામક સાધનોનો યોગ્ય ઉપયોગ, ઇમરજન્સી અવેક્યુએશન પ્રક્રિયા તેમજ સ્વરક્ષણ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓને ફાયર એક્સટિંગ્યુશન, ફાયર બ્લેન્કેટ અને સેફ્ટી એલાર્મની માહિતી પણ અપાઈ. જેમાં વિદ્યાર્થીઓને અકસ્માત સમયે ગભરાટ વગર સચોટ નિર્ણય લેવાની પ્રેરણા અપાઈ. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નોની સ્પષ્ટતા મેળવી અને આગ સલામતી વિશે જાગૃતિ વધારી.
આ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ફાયર સેફ્ટી અંગે જરૂરી જાગૃતિ અને આપત્તિ સમયે યોગ્ય પ્રતિસાદ આપવાની ક્ષમતા વિકસાવવામાં નોંધપાત્ર યોગદાન મળ્યું. સ્કૂલ સંચાલક દ્વારા શ્રી પટેલ સાહેબ તથા ફાયર વિભાગનો આભાર માનવામાં આવ્યો અને આવનારા સમયમાં પણ આવા જ જાગૃતિ કાર્યક્રમો સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી.


















Recent Comments