અમરેલી

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ પે સેન્ટર શાળા નંબર બે ખાતે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન તરફથી વિનામૂલ્યે સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું

આજરોજ સાવરકુંડલા શહેરમા મણીભાઈ ચોક પાસે આવેલ શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન તરફથી ડોક્ટર દર્શનાબેન તેમજ તેમના સ્ટાફમાંથી રાહુલભાઈ અનુભાઈ પધારેલા અને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પન્ના નાયક તેમજ નટવર ગાંધી દ્વારા ફ્રી પેડ વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત અમારા શાળાની ધોરણ છ થી આઠમાંથી ધોરણ સાત અને આઠની હાજર ૧૩૦ બાળાઓને પેડ વિતરણ કરેલ, તેમજ હાયજનિક અને સ્વચ્છતા તેમજ સ્વચ્છ ખોરાક પ્રોટીનયુક્ત ખોરાકની માહિતી ડિજિટલ ટીવી અંતર્ગત આપેલ હતી તો શાળા પરિવાર એસએમસી અને આચાર્ય તરફથી શાળા વતી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો.

Related Posts