ભાવનગર

ગાંધી મહેન્દ્ર ચત્રભુજ એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપક્રમે કન્યા કેળવણી સહાય ભાવનગર ના મહારાણી શ્રી સમયુક્તા દેવીના અધ્યક્ષ સ્થાને  ૪૩૩૬ બહેનોને રૂ. ૬૧,૧૪  લાખની સહાય અર્પણ કરાશે

ગાંધી મહેન્દ્ર ચત્રભુજ એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપક્રમે કન્યા કેળવણી સહાય

ભાવનગર ના મહારાણી શ્રી સમયુક્તા દેવીના અધ્યક્ષ સ્થાને 

૪૩૩૬ બહેનોને રૂ. ૬૧,૧૪  લાખની સહાય અર્પણ કરાશે 

ભાવનગર શિશુવિહાર સંસ્થાના આધ્ય સ્થાપક શ્રી હીરાબહેન માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં વર્ષ ૨૦૦૦ થી પ્રારંભાયેલ કન્યા કેળવણી સહાય કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ ૧૩ ડિસેમ્બર શનિવારે શિશુવિહાર સંસ્થામાં ૨૦૦ બહેનોને રૂપિયા ૬ લાખની વિધ્યોતેજક સહાયનું વિતરણ થશે. 

ભાવનગર રાજ્યના ગામડાઓમાં ચાલતી નઈ તાલીમની શાળાઓમાં હોસ્ટેલમાં રહી ધોરણ ૧૦-૧૨ માં શિક્ષણ લેતી દીકરીઓને પ્રત્યેકને રૂ. ૩૦૦૦/- લેખે સહાય વિતરણ માટેનો કાર્યક્રમ ભાવનગર ના મહારાણી શ્રી સમયુક્તા દેવીના અધ્યક્ષ સ્થાને યોજાશે. 

બહેનો શિક્ષિત બને તેમજ આત્મનિર્ભર બને તે માટેના પ્રયત્ન સાથે સતત ૨૭ માં પ્રસંગથી કુલ ૪૩૩૬ બહેનોને રૂ. ૬૧,૧૪  લાખની સહાય પહોંચાડનાર શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે નઈ તાલીમની બેલા સંસ્થામાં ૮ સીવણના  સંચા પણ વિધ્યાર્થીની તાલીમ માટે અર્પણ થશે. 

ગાંધી મહેન્દ્ર ચત્રભુજ એજ્યુકેશનલ ફંડના અધ્યક્ષ શ્રી ગૌરાંગભાઈ ગાંધી તથા ભદ્રેશભાઈ ગાંધી પરિવારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાતા કાર્યક્રમમાં ઉપસ્થિત નઈ તાલીમ ની વિધ્યાર્થીનીઓને મહારાણી સાહેબ શ્રી પ્રેરક ઉદબોધન કરી જીવન ઉપયોગી માર્ગદર્શન આપનાર છે.

Related Posts