અમરેલી

આ રાજકીય કુરુક્ષેત્રના સમરાંગણમાં કોણ ક્યારે અટવાઈ કે અંચાઈ જાય એ તો ફક્ત *”લાલો”* જ જાણે..

“મારી અંતિમ યાત્રા વખતે મારા શરીર ઉપર ત્રિરંગો હશે.સત્ય માટે બ્રહ્મા સાથે બાથ ભીડવી પડે તો ભીડીશ.” ખરેખર આવા શબ્દો સાથેની ભાવના પત્રકાર જગતમાં પણ એક સિમાચિન્હ રૂપ હોય એવું બુધ્ધિજીવોમાં ચર્ચાઈ રહ્યું છે. આવા  શબ્દો કોઈ પત્રકારના મુખમાંથી ત્યારે જ સરી પડે જ્યારે પત્રકારત્વનું દર્દ અને ઝનૂન એની પરાકાષ્ઠાએ પહોચ્યું હોય  સત્યનિષ્ઠ,કર્તવ્યનિષ્ઠ,પ્રબુદ્ધ બ્રહ્મનિષ્ઠ અને જેમના હૈયે જનહિત નિરંતર હિલોળા લે છે એવા આમ જનતાના હિત માટે, તમામ ક્ષેત્રને લગતા પ્રશ્નો માટે સરકાર સામે વાણી અને કલમ વડે  લડત આપતા લોહી ઉકાળા કરતા ખરા અર્થમાં એક રાષ્ટ્રવાદી શિરમોર પત્રકાર  જગદીશ મહેતાની નૈતિક હિંમતને બિરદાવવી તો ચોક્કસ પડે. વળી તેમના આ વલણને તેમના માતા-પિતા પરીવાર પણ દેશની રક્ષા માટે બોર્ડર ઉપર લડતા સૈનિકની જેમ રાષ્ટ્ર હિત અને જનતાના હિતમાં બલિદાન આપવું પડે તો પણ લડત આપવાની નિરંતર પ્રેરણા આપતા હોય તો તેઓ કોઈ સાધારણ પત્રકાર કદાપી ના હોય એમ તો સ્પષ્ટ સમજી શકાય. બાકી એમની વ્યાવસાયિક લેવડ – દેવડના , બ્રાન્ડની આર્થિક સમજૂતિના પ્રશ્નો એમના વ્યક્તિગત અને પારસ્પરિક સમજુતિને લગતા હોઇ શકે  એમાં જો તેઓ કોઈ અપરાધી સાબિત થાય તો તંત્રને જે યોગ્ય લાગે તે સજા કરે એમાં કોઈ વાંધો ન હોય શકે.  ગુજરાત રાજયના સત્યના સેકંડો ચાહકો પણ પત્રકારના ઓરિજિનલ અસ્તિત્વને માણવા સમજવા પ્રયત્નશીલ હોય ત્યારે ક્યાંક સત્યના ગળે ટુંપો ન દેવાય જાય?? આશા રાખીએ આ  વિટંબણામાંથી હેમખેમ નિર્દોષ સાબિત થઈ પોતાની જ ચેનલ ચાલુ કરે અને લોકતંત્રની એ પ્રજ્વલિત મશાલને સતત ઇંધણ પ્રાપ્ત થતું રહે.વિશેષ કશું ન કરી શકીએ તો કાંઈ નહિ કમસેકમ આવા પત્રકારત્વની આવવાને વધાવી એને આવકારીએ તો પણ લોકતંત્રની એ મશાલ અહર્નિશ રોશન રહે. બાકી પ્રાચીન જગતમાં ગુજરાતીએ નરસિંહ મહેતાની ભક્તિ માટેના ઝનૂન વિશે પણ ઘણું સાંભળ્યું છે અને અભ્યાસ પણ કરેલ છે. 

તો ગુજરાતના એકવખતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની દેશભક્તિ અને શોર્યને પણ અનુભવ્યા  જ છે. અરે, સાવરકુંડલાના શહેરીજનોમાં તો એકવખતના સાવરકુંડલાના પીઆઈ અને ડીવાયએસપી એસ. એન. મહેતાની પ્રામાણિકતા કર્મનિષ્ઠા અને સ્વામિ વિવેકાનંદના વિચારોનું સંવર્ધન કરતાં જોયેલા છે. 

ટૂંકમાં પત્રકારત્વની એ મશાલ ઓલવાઈ ન જાય તે માટે આપણી હાર્દિક ચેતના પત્રકાર જગતના હિત કાજે જગાવીએ

Related Posts