અમરેલી જિલ્લા લોકસાહિત્ય સેતુ દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર જેસીંગપરા ખાતે લોક સાહિત્ય સેતુના સ્થાપક પ્રમુખ કવિ શ્રી મહેન્દ્રભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને પદ્મશ્રી ભક્ત કવિ દુલાભાયા કાગના 122 માં જન્મ જયંતી નિમિત્તે કાગ વંદના નો કાર્યક્રમ યોજવામાં આવેલ.
જેનું દીપ પ્રાગટ્ય સંસ્થાના પ્રમુખ ઈતેશભાઈ મહેતા ના હસ્તે કરવામાં આવેલ
સરસ્વતી વિદ્યા મંદિરની બાળાઓએ સ્વાગત નૃત્ય રજૂ કરેલ કવિ મહેન્દ્ર્ ભાઈ જોષી તેમજ લોક સાહિત્યકાર
રમેશભાઈ જાદવ અને બાવુ ભાઈ ભુટકે કવિ દુલાભાયા કાગની રચનાઓ રજૂ કરેલ હતી
સરસ્વતી વિદ્યા મંદિરના નિયામક શ્રી પ્રવીણભાઈ કથરીયા એ કાગ બાપુની જાણીતી રચનાથી સૌને આવકાર્યા પ્રતાપસિંહ રાઠોડ કરણભાઈ વાજા, શાળાના સ્ટાફ ગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમનો આગવી શૈલીથી સંચાલન પ્રકાશભાઈ શુક્લા એ કરેલઅને આભાર વિધિ શાળા ના આચાર્યા પૂજા બેન ડોબરીયા એ કરેલ




















Recent Comments