અમરેલીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની રાજ્ય સરકારમાં પરિણામલક્ષી રજૂઆતથી અમરેલી તાલુકામાં રૂ. ૨૭૦.૬૦ કરોડના કન્સ્ટ્રકશન ઓફ ન્યુ બાયપાસ માચિયાળાથી રાધેશ્યામ ચોકડી સુધીના ૧૨ કિ.મી.નો રસ્તો બનાવવા માટે વહીવટી મંજૂરીની મહોર લાગી છે.
અમરેલીના ઉર્જાવાન મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના અમરેલી શહેરની ફરતે રાજ્ય ધોરીમાર્ગ પર બાયપાસ બાંધવાના કામ માટે રૂ. ૨૭૦.૬૦ કરોડના ખર્ચે માચિયાળાથી રાધેશ્યામ ચોકડી સુધીના ૧૨ કિ.મી.ના રસ્તાને તાત્કાલિક ધોરણે મંજૂર થાય એ માટે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરી હતી. જે અન્વયે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમરેલી શહેરમાં નવા ચારમાર્ગીય રોડ, એપ્રોચ રોડ વિથ રીટનીંગ વોલ, મેજર બ્રીજ, માઈનોર બ્રીજ, નવું સ્ટ્રક્ચર, નવું પાઇપ કલ્વર્ટ, યુટીલીટી શીફટીંગ અને અન્ય આનુસંગિક કામગીરી કરવા માટે કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
કન્સ્ટ્રકશન ઓફ ન્યુ બાયપાસ માચિયાળાથી રાધેશ્યામ ચોકડી સુધીના રોડને વિકસાવવાનું કામ મંજૂર થતા આગામી સમયમાં વિસ્તારની પ્રજાને પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે, એમ રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.




















Recent Comments