અમરેલી

કુકાવાવ તાલુકામાં નેશનલ હાઈવેથી રામપુર ગામને જોડતા રોડનું નવીનીકરણનું કામ પૂરજોશમાં શરૂ

અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ – પંચાયત હસ્તકના રસ્તાઓના નવીનીકરણની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી છે. જેમાં “મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના” હેઠળ કુકાવાવ તાલુકામાં નેશનલ હાઈવેથી રામપુર ગામને જોડતા રોડનું નવીનીકરણનું શરૂ કરવામાં આવ્યું છે. આ રામપુર એપ્રોચ રોડના રીર્ફેસિંગથી આસપાસના ગામ લોકોનું પરિવહન સરળ બનશે. તેવી જ રીતે બાબરા તાલુકાના રાયપુર – સમઢીયાળા રોડની પણ નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આ રોડથી ખાસ રાયપર, નીલવાડા, ચરખા તેમજ આસપાસના ગામના લોકોની પરિવહન સુવિધામાં વધારો થશે. તેમ માર્ગ અને મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીએ જણાવ્યું હતું.

Related Posts