ભાવનગર

ભાવનગર સરકારી ઈજનેરી કોલેજ ખાતે મંગલમ કેન્ટીનનો કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે શુભારંભ કરાયો

ભાવનગર સરકારી ઇજનેરી કોલેજ ખાતે સ્વ સહાય જૂથની સખી મંડળની મહિલાઓ દ્વારા સંચાલિત જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સી ભાવનગર (રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના) અંતર્ગત “મંગલમ્ કેન્ટીન” નો
શુભારંભ જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના હસ્તે કરવામાં આવ્યો હતો.
ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. (ગ્રામ
વિકાસ વિભાગ) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ
આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકા પ્રવૃતિઓ સાથે જોડાણ
કરી સ્વ સહાય જૂથની મહિલાઓ દ્વારા આર્થિક પ્રવૃત્તિ માટે કેન્ટીન ચલાવવાની પ્રવૃતિમાં વધુ વેગ મળે તે હેતુથી
આજરોજ તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ સરકારી ઇજનેરી કોલેજ, વિદ્યાનગર ભાવનગર ખાતે ગુજરાત લાઇવલીહુડ
પ્રમોશન કંપની લી. (ગ્રામ વિકાસ વિભાગ) ગુજરાત સરકારના સહયોગ અને માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્વ. સહાય
જૂથની સખી મંડળની મહિલાઓ દ્વારા સંચાલિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગર (રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા
મિશન યોજના) અંતર્ગત ઓમકાર સખી મંડળ મુ. બોરલા તા.તળાજા, જી. ભાવનગર “મંગલમ્ કેન્ટીન” નું ઉદ્ઘાટન
જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના હસ્તે કરવામાં આવ્યું હતું.
કલેક્ટરશ્રી દ્વારા “મંગલમ્ કેન્ટીન” ની સાથે જોડાયેલ મહિલાઓ સાથે સ્વ સહાય જૂથની પ્રવૃતિ અને કેન્ટીન
ચલાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું અને સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ સાથે સહ
અભ્યાસિક પ્રવૃતિઓનો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.
આ ઉદઘાટન પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જયશ્રીબેન જરૂ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ
એજન્સીના તમામ કર્મચારીશ્રીઓ અને સરકારી ઇજનેરી કોલેજના પ્રિન્સિપાલશ્રી પ્રો. ડૉ. મંગલ ભટ્ટ તેમજ વિદ્યાર્થીઓ
અને ઓમકાર સ્વસહાય જૂથની મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts