અમરેલી

અમરેલી તાલુકાના કેરાળા ગામમાં રૂપિયા ૨,૪૯,૯૮,૮૦૦/- ના પુરસંરક્ષણ દિવાલના કામની સૈધ્ધાંતિક મંજૂરી અપાવતા અમરેલીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી કૌશિક વેકરિયા

અમરેલીના ઉર્જાવાન મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના અમરેલી તાલુકાના કેરાળા ગામ ખાતે પુરના પાણીના કારણે થતું નુકસાન અટકાવવા પુરસંરક્ષણ દિવાલના કામ તાત્કાલિક ધોરણે મંજૂર થાય એ માટે રાજયના જળસંપત્તિ મંત્રીશ્રીને ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના જળ સંપત્તિ વિભાગ દ્વારા રૂપિયા ૨,૪૯,૯૮,૮૦૦/- ના ખર્ચે પુર સંરક્ષણ દિવાલનું કામ મંજૂર કરવામાં આવેલ છે. આ કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

પુરસંરક્ષણ દિવાલનું કામ થતા આગામી સમયમાં વિસ્તારની પ્રજાને પુરના પાણીના કારણે પડતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે એમ કૌશિક વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

Related Posts