અમરેલી

મેદસ્વિતા નિવારણ માટે અમરેલીના વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકોમાં અનેરો ઉત્સાહ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં  “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં આ અભિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગળ ધપાવાવમાં આવી રહ્યું છે. આ કડીના ભાગરૂપે આયોજિત મેદસ્વિતા નિવારણ કેમ્પ – ૦૨માં શહેરીજનો ઉત્સાહપૂર્વક જોડાયા છે.

આ અંગે અમરેલી જિલ્લા યોગ બોર્ડના કો-ઓર્ડિનેટરશ્રી સાગરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે,આ નાગરિકોના આરોગ્યનું મૂલ્યાંકનયોગ જાગૃતિ અને પ્રિવેન્ટિવ હેલ્થ લાઇફસ્ટાઇલ તરફ લોકોને પ્રોત્સાહિત કરવાનો હતો. કેમ્પમાં યોગ સાધકોટ્રેનરોવિદ્યાર્થીઓમહિલાઓવરિષ્ઠ નાગરિકો સહિત વિવિધ વય જૂથના લોકો ઉત્સાહભેર જોડાયા છે.

તેમણે ઉમેર્યું કે,આ કેમ્પમાં હેલ્થ સ્ક્રીનિંગ,બી.એમ.આઇ અને બોડી કમ્પોઝિશન ચેકબ્લડ પ્રેશર – બ્લડ શુગર ચેકઅપપોશ્ચર એનાલિસિસફિટનેસ ટેસ્ટયોગ થેરાપી માર્ગદર્શનપોષણ (ન્યુટ્રિશન) કાઉન્સેલિંગ  સ્ટ્રેસ લાઇફસ્ટાઇલ ગાઇડન્સ આપવામાં આવી રહ્યું છે.  કેમ્પમાં રોજિંદા સૂર્ય નમસ્કારયોગ ડેમોધ્યાનશ્વાસ પ્રાણાયામ અને હેલ્થ ગાઇડન્સ આપવામાં આવી રહ્યું છે.

યોગ અને સૂર્ય નમસ્કાર દ્વારા બર્ન થતી કેલેરી વિશે માહિતી આપતા શ્રી મહેતા ઉમેરે છે કેઆસન/પ્રેક્ટિસ અંદાજિત ૧૦ મિનિટ સૂર્ય નમસ્કાર કરવાથી (સ્લો/મોડરેટ) ૪૫૭૫ કેલરી બર્ન થાય છે. જ્યારે સૂર્ય નમસ્કાર (ફાસ્ટ/પાવર) કરવાથી ૧૦૦૧૫૦ કેલરી બર્ન થાય છે. તેવી રીતે પાવર યોગ (હાઇ ઇન્ટેન્સ)      ૯૦૧૪૦ કેલરી બર્ન થાય છે.  વિન્યાસા યોગ કરવાથી ૭૫૧૧૦ કેલરીહઠ યોગ (જનરલ) ૩૫૫૫ કેલરીત્રિકોણાસન ૧૨૨૦ કેલરીવિરભદ્રાસન સિરીઝ ૨૫૩૫ કેલરી ઉત્તકટાસન ૩૦૫૦ કેલરીભુજંગાસન ૭૧૨ કેલરીસેતુ બંધાસન   ૧૨૨૦ કેલરીનૌકાસન ૨૦૩૫ કેલરીપ્લેંક (કુલ ૩૪ મિનિટ હોલ્ડ)  ૫૦૭૦ કેલરીકપાલભાતી (૨૦૦૨૫૦ સ્ટ્રોક)૨૦૩૦ કેલરીભસ્ત્રિકા (3 મિનિટ)૧૨૧૮ કેલરી બર્ન થાય છે.  (વજન/ઇન્ટેન્સિટી મુજબ થોડો ફેરફાર શક્ય- એવરેજ વજન ૬૦-૭૦ કિલો આધારિત ) ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં રોજિંદી યોગયોગ્ય આહાર અને મેડ્સવિટાના હેલ્થ પેરામીટર્સ દ્વારા સ્વસ્થ જીવન જીવવાની જરૂરીયાત જણાવતા આવનારા દિવસોમાં વધુ આવા આરોગ્ય કાર્યક્રમો સતત ચાલતા રહેશે.

Related Posts