ભાવનગર જિલ્લામાં બાગાયતનો વ્યાપ વધારવા તેમજ તાલીમ થકી યુવાનોના કૌશલ્યમાં વૃધ્ધિ કરી તેમના
માટે રોજગારીની નવી તકો ઉભી ક૨વાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અમલમાં છે. જેમાં
ત્રણ દિવસીય માળી તાલીમ આપવામાં આવશે. લાભાર્થીને પ્રતિદિનની મર્યાદામાં રૂ. ૨૫૦ ની વૃત્તિકા તથા નિ:શુલ્ક
ગાર્ડન ઉપયોગી ટુલ કીટ આપવામાં આવશે.
જેનો લાભ લેવા ૧૮ થી ૪૫ વર્ષની ઉંમ૨ના ભાઈઓ તથા બહેનોએ આઈ ખેડૂત પોર્ટલ
(WWW.ikhedut.gujarat.gov.in/site ) પર તા.૦૬/૧૨/૨૦૨૫ સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને તથા ફોર્મ ભરીને
તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે. મંજૂરી આપવામાં આવે ત્યારબાદ નિયત સમયમર્યાદામાં
નિયમોનુસાર તાલીમ મેળવી અરજીની સહી વાળી નકલ સાથે મંજૂરીના હુકમમાં દર્શાવેલ તમામ આધાર પુરાવાઓ
સાથે સહાય માટે દરખાસ્ત રજૂ કરવાની રહેશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી નવાપરા
ભાવનગ૨ની રૂબરૂ મુલાકાત લેવા મદદનીશ બાગાયત નિયામકશ્રી ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
બાગાયત ખાતાની અર્બન ગ્રીન મિશન યોજના અંતર્ગત ભાવનગરમાં ત્રણ દિવસીય નિ:શુલ્ક માળી તાલીમ યોજાશે




















Recent Comments