ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ,ભાવનગર દ્વારા નોન –મિસન ક્લસ્ટરમાં વિલિંગ ફાર્મરની જીલ્લા અંદરની
તાલીમ અંતર્ગત ભાવનગર તાલુકાના રામપર ક્લસ્ટરના રામપર ગામ ખાતે વિલિંગ ફાર્મરની જીલ્લા અંદરની
તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા ૫૩ ભાઈઓ તથા ૩૪ બહેનો
મળી કુલ ૮૭ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકો જેવા કે, જીવામૃત, બીજામૃત, પ્રાકૃતિક ખેતી નું મહત્વ,
પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંત વગેરેની પ્રાયોગીક તાલીમ આપવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું
મહત્વ તથા મિશ્ર/આંતરપાકોની અગત્યતા બાબતે ખેડૂતોને અવગત કરાવવામાં આવ્યા હતા. નિષ્ણાતો દ્વારા
પ્રાકૃતિક ખેતીમાં આવતી મુશ્કેલીઓ-સમાધાન-ઉકેલ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. જેથી ખેડૂતોમાં
પ્રાકૃતિક ખેતી તરફનો અભિગમ વધે અને રસાયણમુક્ત અનાજ–શાકભાજી-ફળ વગેરેનું ઉત્પાદન કરી વધુ સારૂ
વળતર મેળવી શકે.
આ વેળાએ તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ વિશે વધુ પ્રેરણાબળ મળી રહે તેવા ઉમદા હેતુથી તેઓને
ભાવનગર આજુબાજુ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂત અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ,
ભાવનગરના માસ્ટર ટ્રેનર મહેન્દ્ર કવાડ, ખેતી મદદનીશ શ્રી હાર્દિક મછાર તેમજ આત્મા ભાવનગર ના આસિસ્ટન્ટ
ટેકનોલોજી મેનેજર દિલીપભાઈ કુવાડિયા દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે સવિશેષ માહિતી આપવામાં આવી હતી.
જેમાં તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ અંગે ઉદભવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ
દરમિયાન તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિશે તથા જીવામૃત કઈ રીતે બનાવવું તેની પ્રાયોગિક
ધોરણે માહિતી આપવામાં આવી હતી.
ભાવનગરના રામપર ગામ ખાતે ક્લસ્ટર બેઇઝ વિલિંગ ફાર્મરની પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઇ




















Recent Comments