આજ રોજ તારીખ ૨૭-૧૧-૨૫ ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રી કબીર સાહેબ સેવા ટૄસ્ટ સવાર કુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદશઁન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઓ. પી. ડી.માં ૧૧૪ દદીઁઓએ લાભ લીધો હતો. અને તેમજ મોતિયાના ઓપરેશન માટે ૨૩ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનું દિપ પ્રાગટય કબિર ટેકરી સાવરકુંડલાના મહંત શ્રી નારણદાસ સાહેબ તથા ટ્રસ્ટીગણ તથા
સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી , માધવ વ્યાસ જગદીશભાઈ જેઠવા જિતેનભાઇ હેલૈયા,સુદર્શન નેત્રાલયના કર્મચારી અતુલભાઈ દવે નિલેષભાઈ ભીલ, તથા તેમના સમગ્ર સ્ટાફ કબીર ટેકરીના સ્વયંમ સેવકો જોડાયા હતા વગેરે સેવા આપી હતી… આ કેમ્પ દર મહિનાના ચોથા ગુરુવારે છેલ્લા ૧૮ વ ર્ષથી યોજાય છે


















Recent Comments