અમરેલી

સાવરકુંડલાના મેરિયાણા દોલતીનો માર્ગ બન્યો પણ  સાઈડ ન પૂરાતા અકસ્માતનો ભય

સાવરકુંડલા તાલુકાના મેરીયાણાથી દોલતી નવો માર્ગ બની ગયો છે, પરંતુ રોડની બંને સાઈડમાં મોટા ખાળીયા એમને એમ જોવા મળે છે. વળાંક વાળા વિસ્તારમાં અતિ ભયજનક રોડની બંને સાઈડના ખાળીયા પૂરવાના બાકી રહી ગયેલ છે. અહીં ગમે ત્યારે અકસ્માત થવાની સંભાવનાઓ રહેલી છે. સાવરકુંડલા તાલુકાના મેરીયાણા દોલતીની પ્રજાને નવો માર્ગ તો મળ્યો પરંતુ રોડની સાઈડો પુરવાની બાકી હોય અકસ્માતની સંભાવનાના કારણે વાહનચાલકોમાં ડર છે.

Related Posts