અમરેલી

અમરેલી શહેર અને અમરેલી તાલુકાના તમામ મતદારો માટે મતદારયાદી ખાસ સઘન સુઘારણા કાર્યક્રમ – SIR  ખાસ કેમ્પ

ભારતના ચૂંટણી પંચનવી દિલ્હી દ્રારા હાલ મતદારયાદી ખાસ સઘન સુઘારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મુખ્ય નિર્વાચન અઘિકારીશ્રીગુજરાત રાજયની સૂચના અન્વયે અને જિલ્લા ચૂંટણી અઘિકારીશ્રી અને કલેકટરઅમરેલીના માર્ગદર્શન તળે અમરેલી શહેરમાં “શ્રી કે.કે.પારેખ અને મહેતા આર.પી. વિઘાલયચિતલ રોડઅમરેલી” ખાતે તા.૨૯-૧૧-૨૦૨૫ બપોરે ૧૨-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ ક. સુઘી તા.૩૦-૧૧-૨૦૨૫ બપોરે ૧૦-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુઘી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તથા ગ્રામ્ય વિસ્તારના મતદારો માટે મામલતદાર કચેરીઅમરેલી ખાતે મતદારયાદી શાખારૂમ નં.૪ગ્રાઉન્ડ ફલોર ખાતે જરૂરી માર્ગદર્શન આપવા અંગે કામગીરી કરવામાં આવનાર છે. 

આ ખાસ કેમ્પમાં અમરેલી તાલુકાના તમામ મતદારો જોગ જણાવવાનું કેમતદારયાદી ખાસ સઘન સુઘારણા કાર્યક્રમ (SIR) અન્વયે બાકી રહેતા મતદારો જેઓને ગણતરી ફોર્મ મળ્યુ હોયઅથવા ગણતરી ફોર્મ ૫રત આ૫વાનું બાકી હોય તેવા મતદારોને ગણતરી ફોર્મ(EF) ભરવાસને ૨૦૦૨ની મતદારયાદીમાંથી પોતાનું કે માતા-પિતા-દાદા-દાદીનું નામ શોઘવા અને ભરેલા ગણતરી ફોર્મ સ્વીકારવા અંગે કામગીરી કરવામાં આવશે.

 જેથી તમામ મતદારોએ આ કેમ્પનો લાભ લેવા મતદાર ઓળખ૫ત્ર(ચૂંટણીકાર્ડ નકલ) સાથે રૂબરૂ હાજર રહેવા શ્રી મતદાર નોંઘણી અઘિકારીશ્રી અને પ્રાંત અઘિકારીશ્રીઅમરેલી તથા મામલતદાર અમરેલી (ગ્રામ્ય) અને મામલતદારશ્રીઅમરેલી (શહેર) દ્વારા અનુરોઘ કરાવ્યો છે.

Related Posts