વડીયાના સનાળી ગામે રહેતી એક યુવતીના લગ્ન રાજકોટના જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પતિ પત્ની પર સિતમ ગુજારતા હતા. જેને લઈ દક્ષાબેન વિજયભાઈ મકવાણા (ઉ.વ.૩૪)એ વિજયભાઈ આંબાભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના પતિ અવારનવાર ગાળો આપી મારકૂટ કરતા હતા. તેમજ ખોટી શંકા કુશંકા કરી પહેરેલા કપડાએ ઘરેથી કાઢી મૂકી હતી. આ ઉપરાંત તેમના પિયર સનાળી ગામે આવી તેમને ગાળો આપી ઝાપટ મારી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.એમ. કાછેલા વધુ તપાસ કરી રહ્યા છે.
સનાળી ગામે પતિએ પત્ની પર ખોટી કુશંકા કરી ઘરેથી કાઢી મૂકી




















Recent Comments