ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 27 નવેમ્બરના રોજ વર્ષ 2026ની સત્તાવાર જાહેર રજાઓની યાદી જાહેર કરાઈ હતી. આ યાદીમાં જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક હોલિડેનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારે જાહેર કરેલી યાદી પ્રમાણે, વર્ષ 2026માં કુલ 23 જાહેર રજા રહેશે. જો કે, સરકારી કર્મચારીઓ માટે નિરાશાજનક સમાચાર એ છે કે ત્રણ મોટા તહેવારો રવિવારે આવતા હોવાથી તે રજાઓનો અલગથી લાભ નહીં મળે. આ તહેવારો રવિવારે હોવાથી રજા તરીકે જાહેર કરાઇ નથી, જેમાં મહાશિવરાત્રી (15 ફેબ્રુઆરી 2026, રવિવાર), શ્રી પરશુરામ જયંતી (19 એપ્રિલ 2026, રવિવાર) અને દિવાળી (08 નવેમ્બર 2026 રવિવાર) સામેલ છે.
વર્ષ 2026ની કેટલીક મહત્ત્વની જાહેર રજાઓ
મકરસંક્રાંતિ: 14 જાન્યુઆરી (બુધવાર)
પ્રજાસત્તાક દિન: 26 જાન્યુઆરી (સોમવાર)
ધુળેટી: 04 માર્ચ (બુધવાર)
રમજાન ઈદ: 21 માર્ચ (શનિવાર)
સ્વાતંત્ર્ય દિન: 15 ઓગસ્ટ (શનિવાર)
રક્ષાબંધન: 28 ઓગસ્ટ (શુક્રવાર)
જન્માષ્ટમી: 04 સપ્ટેમ્બર (શુક્રવાર)
દશેરા: 20 ઓક્ટોબર (મંગળવાર)
સરદાર પટેલ જયંતી: 31 ઓક્ટોબર (શનિવાર)
બેસતું વર્ષ: 10 નવેમ્બર (મંગળવાર)
ભાઈબીજ: 11 નવેમ્બર (બુધવાર)
નાતાલ: 25 ડિસેમ્બર (શુક્રવાર)
કર્મચારીઓ 2 મરજિયાત રજા લઈ શકશે
આ જાહેર રજાઓ સિવાય ગુજરાત સરકારે મરજિયાત રજાઓની યાદી પણ જાહેર કરી છે. સરકારી કર્મચારીઓ આ યાદીમાંથી પસંદગી મુજબ કોઈ પણ બે રજા મરજિયાત ભોગવી શકશે.
બેંકોમાં 1લી એપ્રિલે રજા રહેશે
ગુજરાત સરકાર દ્વારા બેંકો માટે પણ રજાઓ જાહેર કરાઈ છે. નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ જાહેર કરાયેલી રજાઓમાં 1લી એપ્રિલ 2026, બુધવારના રોજ બેંકોના વાર્ષિક હિસાબ ક્લોઝિંગના કારણે ગ્રાહકો માટે બેંકોમાં રજા રહેશે.




















Recent Comments