અમરેલી

સાવરકુંડલામાં કપોંળ કન્યા છાત્રાલયની બહાર ગંદકી અને કચરાના ગંજ ખડકાતાં આ છાત્રાલયની બહેનોએ હાથમાં સાવરણા પાવડા તગારા લઈને જાહેર વિસ્તારની સફાઈ કામગીરી કરવા મજબૂર બન્યા

સ્વચ્છ ગુજરાત નિર્મળ ગુજરાતના નારા અંતર્ગત જ્યારે સફાઈ અભિયાન ચાલતું હોય એવી પરિસ્થિતિમાં સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સફાઈ ઝૂંબેશ ચાલતી હોય ત્યારે અને જ્યારે શહેરને ધૂળ મુક્ત કરવાનું સપનું સાકાર કરવાનું ધારાસભ્ય મહેશભાઈ કસવાળાનું સપનું હોય ત્યારે સાવરકુંડલા શહેરના કપોંળ છાત્રાલયના આસપાસના વિસ્તારોમાં રસ્તા પર આવેલ ફૂટપાથ પર ગંદકીના ગંજ ખડકાયાલે જોવા મળેલ.. પરિણામ સ્વરૂપ આ છાત્રાલયમાં રહેતી ૧૧૬ વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય પર અસર થતાં અને આ છાત્રાલયના વિદ્યાર્થીનીઓના કહેવા મુજબ મચ્છરનો ઉપદ્રવ પણ વધતાં આ છાત્રાલયમાં નિવાસ કરતી વિદ્યાર્થીનીઓએ મજબૂરીવશ હાથમા સાવરણો પાવડા તગારા લઈને છાત્રાલયના બહારના વિસ્તારમાં સફાઈ કરતાં જોવા મળેલ. આ વિદ્યાર્થીઓના કહેવા મુજબ તેમણે અવારનવાર નગરપાલિકાને સફાઈ કરવા માટે નમ્ર વિનંતી પણ કરી હતી પરંતુ તેની વિનંતી ધ્યાને લેવામાં આવી ન હતી. આજરોજ રવિવારે છુટીના દિવસમાં પોતાના અભ્યાસના સમયનો ભોગ આપીને કપોંળ છાત્રાલયના બહારના વિસ્તારમાં સાફ સફાઈ કરવા મજબૂર બની. આ દ્રશ્ય સાવરકુંડલા વિરદદાદા જસરાજ સેના ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ સરૈયાએ જોતા તેમણે વિશેષ પૂછપરછ કરતાં વિગત જાણી કે નગરપાલિકાના સફાઈ વિભાગ દ્વારા આ વિસ્તારના આ ભાગમાં છેલ્લા ઘણા મહિનાથી સફાઈ થઈ નથી. આમ તો આ તો બહેનો અને એમાં પણ પાછા વિદ્યાર્થીનીઓ એટલે પોતે લાચારી અને મજબૂરીવશ ખુદ બહેનોએ નગરપાલિકા ફરિયાદ ન સાંભળતાં હાથમાં સાવરણો લઈને સફાઈ ઝૂંબેશ હાથ ધરી હતી. તમે આને સામાજિક પ્રવૃત્તિઓ પણ કહી શકો. જૂઓ આ છાત્રાલયના વિદ્યાર્થીનીઓએ શું કહ્યું સાવરકુંડલા ખાતે સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ પ્રમુખે આ દ્રશ્ય જોઈ બહેનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. અને આ સંદર્ભે નગરપાલિકાના પ્રમુખશ્રી યોગ્ય ધ્યાન આપી આ ફરિયાદનું કાયમી નિવારણ લાવે તેવી જાહેર વિનંતી કરી હતી.

Related Posts