અમરેલી

સાવરકુંડલામાં ખૂબ જ ઝેરી સર્પદંશ બાદ અતિગંભીર પરિસ્થિતિમાંથી બે તબક્કાની સફળ પ્લાસ્ટિક સર્જરી દ્વારા દર્દીનો જીવ બચાવાયો

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલા જ્યાં છેલ્લા દસ વર્ષથી ૧૦૦% નિશુલ્ક આરોગ્ય સેવા સાથે નિશુલ્ક ભોજનની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં સર્જિકલ વિભાગે એક અનોખી સફળતા હાંસલ કરી છે.

લગભગ ત્રણ મહિના પહેલા ૬૦ વર્ષીય એક દર્દીને અત્યંત ઝેરી સાપે પગમાં કરડેલો. થોડા જ મિનિટોમાં ઝેર આખા શરીરમાં ફેલાઈ ગયું હતું. ચેપ ઝડપથી શરીરમાં વધતો હતો, બ્લડ પ્રેશર અત્યંત ઓછું, પલ્સ ઝડપથી વધી રહ્યો હતો અને પગ કાળો પડી રહ્યો હતો… પરિસ્થિતિ અત્યંત ગંભીર!

પરિવાર ગભરાયેલો… એક જ પ્રશ્ન — “બચશે કે નહીં?”

પરંતુ અહીંના જનરલ સર્જન ડો. પ્રકાશ પટેલ અને તેમની ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સારવાર શરૂ કરી.સૌપ્રથમ આઈસીયુમાં તાત્કાલિક દાખલ કરી આવશ્યક સારવાર કરી દર્દીની સ્થિતિ સ્થિર કરાઈ. ત્યાર બાદ પ્રથમ તબક્કામાં Debridement (મૃત પેશીઓ દૂર કરવાની સર્જરી) કરવામાં આવી, જેથી ચેપનો ફેલાવો રોકી શકાય.આગળના બે મહિનાઓ સુધી ડો. પ્રકાશ પટેલના માર્ગદર્શન હેઠળ નિયમિત ડ્રેસિંગ, દવાઓ અને સતત મોનીટરીંગથી દર્દીની સ્થિતિ દિન પ્રતિદિન સુધરતી ગઈ અને ચેપ સંપૂર્ણ નિયંત્રણમાં આવ્યો.સ્થિતિ સ્થિર થતાં જ, બીજા તબક્કામાં સ્કિન ગ્રાફ્ટિંગ જેવી અતિજટિલ પ્લાસ્ટિક સર્જરી ડો. પ્રકાશ પટેલ દ્વારા કરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. સર્જરી બાદ દર્દી ફરીથી સ્વસ્થ થતા ગયા અને સંપૂર્ણ સક્રિય, સામાન્ય જીવન જીવવા સક્ષમ બન્યા.અઠવાડિયા બાદ આજે જ્યારે દર્દી ઓપીડીમાં ફોલો-અપ માટે આવ્યા —આંખોમાં ખુશીના આંસુ… ચહેરા પર તેજ… મનમાં કૃતજ્ઞતા ઝળહળતી…

દર્દીએ ધીમેથી કહ્યું:

“ડોકટર સાહેબ… તમે મને ફરી જીવન આપ્યું. હું આજે ફરી ચાલું છું, સ્મિત કરું છું — માત્ર તમારા કારણે.”

આજ છે વિશ્વવંદનીય પૂજ્ય મોરારીબાપુ દ્વારા આપેલ સૂત્રોનો અર્થસાર – સત્ય, પ્રેમ અને આવા દર્દી નારાયણ પ્રત્યે *કરુણા* 

Related Posts