અમરેલી

” વિશ્વ ભરના ઉડ્ડયન ક્ષેત્ર ને લાગેલું સૂર્ય ગ્રહણ”..સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવા સોફ્ટવેર અપડેટ કરવો પડે તેમ છે

-” લગેજ ટ્રોલી”સાથે ” શાનદાર ” વિમાની મથકો ઉપર ફોટાઓ પડાવી( પ્રિ વેડિંગ જેમ પ્રિ ફ્લાઈંગ ફોટો સેશન!)” વિદેશગમન” કે ” હવાઈ યાત્રા”ની વિગતો ગૌરવ પૂર્વક ” સોશિયલ મીડિયામાં “વહેતી કરતા,વાંચી,વંચાવી,લાઈક,શેર અને વાયરલ કરતા આપણને સૌને ભાગ્યેજ ખબર હોય છે કે આપણને સૌને સતત ઊડતા રાખતા વિમાનો અને વિમાની મથકોને ” કેટલી વીહે સો ,થાય છે”! હેં!

અને આ ” સો” થાવામાં માઇક્રો નહીં પણ નેનો કક્ષાની પણ ભૂલ આવે કે આડુ અવળું થાય તો તેના પરિણામો કેટલા ભયંકર આવે ?

 અમદાવાદ હવાઈ દુર્ઘટના ( કે જેમાં  એ.બી.વી.પી.ના કોલેજ કાળના  સહકાર્યકર અને ગુજરાતના મુ. મ.શ્રી વિજયભાઈ રૂપાણીને ગુમાવ્યા) બાદ ગુજરાત,દેશ આખાનું,અને આંતરાષ્ટ્રી સ્તરે પણ ઉડ્ડયનમાં ” હલાવી લેવાની” મનોવૃતિ બંધ થઈ ગઇ છે. ખુદ વિમાન ઉત્પાદકો પોતાના ક્ષતિ ગ્રસ્ત વિમાનોને ઊડતા રોકી રહ્યા છે.દરેક દેશના ઉડ્ડયન નિયંત્રકો ગુણવત્તા માનાંકો અમલીકરણ અનિવાર્ય બનાવી રહ્યા છે ” દૂબળાં ઢોર ને બગા જાજી!” દેશી કેહવત માફક ,ઉડ્ડયન ક્ષેત્ર ની ” બ ગા” ઓ ઝીણવટ અને કાળજી પૂર્વક વીણવાનું ચાલુ થઈ ગયું છે.( તમે નોંધ્યું? દેશી શબ્દ ” બગા” અને આધુનિક કમ્પ્યુટર માં ” બગ”! શબ્દ ,કાર્ય સમાનતા !)

 નવી સમસ્યા ” બીટ ફ્લિપ” કે ” સિંગલ ઇવેન્ટ અપસેટ” તરીકે ઓળખાય છે.જે કિરણોત્સર્ગ ને કારણે સર્જાય છે.આ ” બીટ ફ્લિપ” વિનાશ વે રી ” શકે છે.

“થ્રી ઇડિયટ” ફિલ્મમાં જેમ પેલા  પ્રોફેસરનું પ્રવચન બદલી નાખ્યું હતું!

તેમ આ ” બીટ ફ્લિપ” કમ્પ્યુટરની” બાઈનરી” ભાષા ( 1,0) ને ખોરવી,બદલી,વિકૃત કરી નાખે છે!

જેના પરિણામો વાચકો કલ્પી શકે છે.આપણે રાષ્ટ્રી સ્તરે ” સેમી કંડકટર” ક્રાંતિ સર્જી રહ્યા છીએ ત્યારે આપણા વૈજ્ઞાનિકો,ટેકનોક્રેટ..એ આ પડકાર ઝીલવો અનિવાર્ય છે.

 તો આપણો બીજો પગ( મત્સ્ય વેધ કરતા અર્જુન ના બે પગ બે પલડામાં માફક) જે. કામધેનુ ના ” ગોબર”માં છે!( જે માટે હું તો હમેશ ગૌરવ અનુભવું છું.)તેની પાસે ” રેડિયસન” રોકવાની તાકાત હોવાનું કહેવાય છે.

રાષ્ટ્રીય ગૌ સેવા આયોગ પ્રમુખ વિદ્વાન સર્જન તબીબ વલ્લભભાઈ કથીરીયા સાહેબ તો માને જ છે.અને કહે છે કે કામધેનુ ગોબરમાં રેડિયેશન રોકવાની તાકાત છે.તો  કોલેજ કાળના ” પ્રેક્ટિકલ પાર્ટનર”અને સૌ.યુનિ.ના ભૌતિક શાસ્ત્ર ભવનના પૂર્વ વડા ડૉ મિહિર જોશી સાહેબે તો આ બાબત પ્રયોગો પણ કર્યા છે.અમેરિકન મીલીટરીના ફાયટર વિમાનોના પાયલોટોને સૂર્ય કિરણ રેડિયસનથી બચાવવા ” રે બાન” ( કિર્નોસર્ગ પ્રતિબંધક) ચશ્માની શોધ કરાઈ,મીલીટરીમાં સફળ ઉપયોગ બાદ નાગરિક બઝારમાં તે ઉપલબ્ધ બનાવાયા ત્યારે મેં પણ ” રે બાન” ચશ્મા ,નગર ચશ્મા ઘર અમદાવાદથી દાયકાઓ પહેલા લીધેલા. જે ઉપયોગિતા ઉપરાંત ” સ્ટેટ્સ સિમ્બોલ ” હતા.

 તેમ હવે આ ” બીટ ફ્લિપ”કે કહેવાતા ” સિંગલ ઇવેન્ટ અપસેટ” ને રોકવા ઉપકરણો કે વિમાનોને ” રેડિયસન પ્રતિરોધક ” ચશ્મા પહેરાવામાં આવે કે જેકેટ, સૂટ!

કે કોઈ એન્ટી વાયરસ માફક સોફ્ટ વેર બનાવી સતત આ ” બીટ ફ્લિપ” ની દૂર ધટના સર્જતા પરીબળોને અટકાવામાં આવે કે ” બીટ ફ્લિપ” થી થયેલ વિકૃતિ અસર નાબૂદ કરી મૂળ સ્થિતિ સતત જાળવી રાખવા માં આવે.પરંતુ કોઈપણ રીતે ” બીટ ફ્લિપ” થી સંભવિત નુકશાન અટકાવવું અનિવાર્ય છે.શક્ય છે,” ગાર” એટલે કે કામ ધેનુ  ના છાણ નું લીંપણ! નો પ્રયોગ પણ કરાય! કિરણોત્સર્ગ રક્ષણ માટે ” હાઇડ્રોજન” શ્રેષ્ઠ સામગ્રી છે.કારણકે તેમાં ન્યૂ ટ્રોન નથી, ઇલેક્ટ્રોન ભરપૂર છે.

” છાણ ” ” હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ” તો ઉત્પન કરેજ છે!

 જે કરવું પડે તે પરંતુ સોલાર રેડિએશનના કારણે થંભી ગયેલા ૬૦૦૦ વિમાનો !અને વિશ્વ આખાના ઉડ્ડયન ઉદ્યોગ પર આવી પડેલ આ ” સૂર્ય ગ્રહણ” મુક્ત થવુજ રહ્યું.

તીખારો… 

શબ્દોની કેવી રમત હતી,

કહો કોની મતિ ભ્રષ્ટ હતી?

થયાં સિધ્ધાંત સઘળાં પાંગળાં, 

પાંચાળી પણ ભયથી ત્રસ્ત હતી! 

હે, કેશવ! તું જ હવે સંભાળી લે,

ભૂમિ કુરુક્ષેત્ર તણી ક્યાં મસ્ત હતી!

ઉડ્ડયન તો હવે કેવું સમજવું, પાંખ ગરુડની  ક્યાં સ્વસ્થ હતી?? 

Related Posts