ગુજરાત

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતના શ્રીહરિમંદિરમાં શ્રીમદ્ ભગવદ્ગીતાના મૂલપાઠ કરીને ગીતા જયંતિની ઉજવણી

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતના શ્રીહરિમંદિરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પ્રેરણાથી મોક્ષદા એકાદશીના દિવસે શ્રીમદ્ ભગવદ્ગીતાના મૂલપાઠ કરીને ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી.

વિશ્વાસમાં એક જ માત્ર એવો ગ્રંથ કે જેની જયંતિ ઉજવવામાં આવે છે એ શ્રીમદ્ ભગવદ્ગીતા. સ્વયં પરમાત્માના શ્રીમુખેથી ગવાયેલું ગીત એટલે શ્રીમદ્ ભગવદ્ગીતા. દ્વાપરયુગમાં માગશર સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ગીતાનો ઉપદેશ આપ્યો હતો. તેથી માગશર સુદ મોક્ષદા એકાદશીના દિવસને આપણે ગીતા જયંતિ તરીકે મનાવીએ છીએ.

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતના શ્રીહરિમંદિરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પ્રેરણાથી શ્રીમદ્ ભગવદ્ગીતા જયંતિના પાવન અવસરે શ્રીમદ્ ભગવદ્ગીતા ગ્રંથનું ઋષિકુમારો દ્વારા વિધિપૂર્વક પૂજન અર્ચન. કરવામાં આવ્યું. પૂજન બાદ ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ગીતાના ૧૮ અધ્યાયોનો સસ્વર મૂલપાઠ કરવામાં આવ્યો હતો.

શ્રીમદ્ ભગવદ્ગીતાના મૂલપાઠ બાદ ગુરુજનો દ્વારા ગ્રંથરુપી શ્રીમદ્ભગવદ્ગીતાજીની આરતી સંપન્ન કરવામાં આવી હતી. શ્રીહરિ મંદિરના દર્શને આવેલા ભાવિકો પણ આરતીમાં જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો હતો.

Related Posts