ભાવનગર

માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય, સોનગઢમાં સંવિધાન દિવસ ઉજવાયો

માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલયમાં આજે સંવિધાન દિવસની ઉજવણી ઉત્સાહપૂર્ણ રીતે કરવામાં આવી.

કાર્યક્રમ દરમિયાન છાત્રાઓએ સંવિધાન વિષયક ઉત્તમ અને પ્રેરણાદાયક વક્તવ્યો રજૂ કર્યા હતા, જેમાં ભારતીય સંવિધાનના મૂલ્યો, અધિકારો અને કર્તવ્યો વિશે સુંદર રજૂઆત કરી હતી.
આ અવસરે છાત્રાલય વડા હંસાબેન ભોજ દ્વારા છાત્રાઓને સંકલ્પ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. પ્રતિજ્ઞા દ્વારા છાત્રાઓએ અભ્યાસ ની સાથે રાષ્ટ્રપ્રેમ, નૈતિકતા અને સંવિધાન પ્રત્યેની પ્રતિબદ્ધતા નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

કાર્યક્રમમાં ગૃહમાતા પ્રજ્ઞાબેન અણજારા, હિરલબેન ભોજ તથા કૃપાબેન ભોજની ઉપસ્થિતિ રહી હતી.
સંસ્થાની તરફથી જણાવવામાં આવ્યું કે આવા કાર્યક્રમો છાત્રાઓમાં જાગૃતિ, જવાબદારી અને રાષ્ટ્રીય મૂલ્યો પ્રત્યેની ભાવના વિકસાવવા માટે અત્યંત જરૂરી છે. કાર્યક્રમ સફળ બનાવવા સંસ્થા પરિવાર અને છાત્રાઓનું સંકલન રહ્યું.

Related Posts