સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના લોકપ્રિય અને જનસેવક ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન અને સક્રિય પ્રયાસોના ફળસ્વરૂપે આજે સાવરકુંડલા ST વિભાગમાં નવી ૫ (પાંચ) બસોનો વિધિવત્ શુભારંભ કરવામાં આવ્યો..
ધારાસભ્યશ્રીના માર્ગદર્શન અને સુચના મુજબ આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ નવી બસ સેવાઓ શરૂ થવાથી મુખ્યત્વે લાંબા રૂટમાં મુસાફરી કરતા નાગરિકોને અગાઉની સરખામણીમાં મોટી રાહત અને પરિવહનની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. આ આધુનિક બસો દ્વારા મુસાફરી વધુ સરળ, સુરક્ષિત અને આરામદાયક બનશે, જેનાથી પ્રવાસીઓના સમય અને શક્તિની બચત થશે. લાંબા સમયથી નવી બસોની જરૂરિયાત અનુભવી રહેલા સ્થાનિક મુસાફરોમાં આ જાહેરાતને પગલે ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
નવી બસોના શુભારંભ પ્રસંગે સાવરકુંડલા ST વિભાગના અધિકારીઓ, તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સાવરકુંડલા શહેરના જાગૃત નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ધારાસભ્યશ્રીના જનલક્ષી અભિગમને ઉજાગર કરે છે.


















Recent Comments