શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી. કાણકિયા આર્ટસ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળ ભાવનગર તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી કોમર્સ તેમ જ આર્ટસના વિદ્યાર્થીઓ માટે ગ્રાહક સુરક્ષા પર એક ખૂબ જ રસપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળના સેક્રેટરી શ્રી મયંકભાઇ ગોસાઈ, શ્રી બીપીનભાઈ બેલાણી, લાયન્સ ક્લબ સાવરકુંડલાના સભ્ય શ્રી કમલભાઈ શેલાર, શ્રી જતીનભાઈ બંજારા, શ્રી તેજસભાઈ પડીયા, શ્રી હર્ષદભાઈ કુંગાસિયા (સાયબર ક્રાઇમ), શ્રી અભિષેક મહેતા આઇટી એક્સપર્ટ, શ્રી ભાવેશભાઈ મોરડીયા (રિલાયન્સ જીઓ), શ્રી આશિષભાઈ જાની (એરટેલ), શ્રી ચિંતનભાઈ સોલંકી (બીએસએનએલ), તેમજ જે.વી. મોદી સ્કૂલ સાવરકુંડલાના નિવૃત્ત શિક્ષક શ્રી અશોકભાઈ અગ્રાવત હાજર રહ્યા હતા.
આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મયંકભાઇ ગોસાઈએ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનની મદદથી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ નો કેવી રીતે કાળજીપૂર્વક ઉપયોગ કરવો અને તેમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનીએ તો કેવી રીતે ફરિયાદ કરવી તેમ જ ગ્રાહકોના અધિકારો વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. આઈ. ટી. એક્સપર્ટ શ્રી અભિષેકભાઈ મહેતાએ ઓનલાઇન છેતરપિંડી તેમજ તેનાથી સુરક્ષિત કેવી રીતે રહેવું તે વિશે માર્ગદર્શન આપ્યું હતું.
આ સેમિનારમાં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા મંડળ ભાવનગર તરફથી શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને હાજર તમામ વિદ્યાર્થીઓને નાસ્તાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે લાયન્સ ક્લબ સાવરકુંડલાના શ્રી કમલભાઈ શેલારે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના શ્રી જીગ્નેશભાઈ મહેતાએ ટેકનિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન પ્રો. ડો. કલ્પેશ રાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.


















Recent Comments