તાજેતરમાં થયેલ કમોસમી વરસાદના પગલે અનેક ખેડૂતોને પાક નુકશાની થઈ હતી, જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સંવેદનશીલતા સાથે ઐતિહાસિક રૂ. ૧૦ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. આ અન્વયે હાલ અરજી પ્રક્રિયા શરૂ છે.
અમરેલી તાલુકા પંચાયત હેઠળની ખેતીવાડી શાખા દ્વારા રાત દિવસ સતત કામગીરી કરવામાં આવી રહી છે. કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે ખેતીવાડી શાખાના અધિકારી- કર્મચારીઓ સતત પ્રયત્નશીલ રહીને ફરજરત છે. તેમ અમરેલી તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી)ની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.


















Recent Comments