અમરેલી શહેરમાં એક વિચિત્ર છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાને આરોપીએ અમેરિકાની ટૂર પર લઈ જવાનો વિશ્વાસ આપીને મોટી રકમ પડાવી લીધી હોવાનો આક્ષેપ છે. આ અંગે આશાબેન જયંતીલાલ દવે (ઉ.વ.૬૫ )એ કૌશીકભાઇ ભગવાનભાઇ મિસ્ત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ તેમની પાસેથી અમેરિકા ટૂરના બહાને પૈસા લીધા હતા. જોકે, કોઈ કારણોસર આ ટૂર રદ થઈ ગઈ હતી. ટૂર કેન્સલ થયા બાદ આરોપીએ ફરિયાદીના બાકી રહેતા રૂ. ૨,૨૪,૦૦૦ પરત કર્યા નહોતા. તેમણે આ મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે બી ત્રિવેદી વધુ તપાસ કરી રહ્યા છે.
અમરેલીમાં અમેરિકા ટૂરના નામે ઠગાઈઃ રૂ.૨.૨૪ લાખ પરત ન આપી છેતરપિંડી આચરી


















Recent Comments