અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રીમતી વી. ડી ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી

શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી તારીખ ૧ લી  ડિસેમ્બર ૨૦૨૫ના રોજ કોલેજમાં ગીતા જયંતી ઉજવવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીની બહેનોએ ગીતાનું શ્લોક ગાન, મુખપાઠ, વક્તવ્ય, ગીતાના વિષયો ઉપર ક્વીઝ, પ્રદર્શન વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કાર્યકારી આચાર્યશ્રી ડી.એલ. ચાવડા સાહેબે ગીતાનું વર્તમાન સમયમાં મહત્વ દર્શાવ્યું હતું અને કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી ગ્રંથપાલ ડો.જાગૃતિબેન રાઠોડ દ્વારા જ્ઞાન કર્મ અને ભક્તિનો  ત્રિવેણી સંગમ ગીતામાં છે તેવું સમજાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો પ્રતિમા એમ. શુકલએ કર્યું હતું વિધાર્થીનીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું તમામ બહેનો એ સમૂહ ગાન કર્યું હતું પ્રા.કે. બી. પટેલ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વે સ્ટાફ મિત્રોનો સહયોગ મળ્યો હતો.

Related Posts