અમરેલી

‘તારે તારી ભેંસોને મારી ભેંસોથી દુર ચલાવવી’કહી કુહાડીથી સરકો કર્યો

રાજુલાના રામપરા-૨ ગામે તારે તારી ભેંસોને મારી ભેંસોથી દુર ચલાવવી કહી યુવકને કુહાડીનો ઘા મારી સરકો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે સોમાભાઇ સાર્દુળભાઇ વાઘ (ઉ.વ.૪૫) એ ભીખાભાઇ મેરામણભાઇ વાઘ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ તા.૩૦/૧૧/૨૫ ના સાંજના સાડા પાચેક વાગ્યે ભેંસો લઇને જતા હોય તે સમયે આરોપીની વાડી પાસે પહોચતા આરોપીએ આવીને કહ્યું કે, તારે તારી ભેંસોને મારી ભેંસોથી દૂર ચલાવવી. જેથી તેમણે મારી ભેંસો દૂર જ ચલાવું છુ તેમ કહેતા આરોપીને સારૂ નહોતું લાગ્યું અને ગાળો આપવા લાગ્યો હતો. કુહાડીનો એક ઘા તેમના ડાબા કાને મારી સરકો કરી લોહી કાઢી ઇજા કરી હતી તેમજ જતા જતા મારી નાંખવાની ધમકી પણ
આપી હતી.

Related Posts