ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ અને અમુક ભુતકાળના બનાવોથી જણાય છે કે ત્રાસવાદી તથા ગુનેગાર તત્વો/ઇસમો વિવિધ વિસ્તારમાં ગુપ્ત રીતે આશરો મેળવી જાહેર સલામતી અને -શાંતિનો ભંગ કરે તેમજ માનવ જીંદગીની ખુવારી થાય અને જાહેર સંપતિને નુકશાન પહોંચાડે તેવી શકયતાઓ રહેલી છે.
આગામી દિવસોમાં મકરસંક્રાંતિ, હોળી જેવા તહેવારો આવનાર હોય, આ તહેવારો દરમ્યાન આતંકવાદીઓ તથા ગુનેગારો અન્ય શહેર, રાજય કે દેશમાંથી આવી કોઇ સ્થાનિક વ્યકિતના માલિકીના મકાન ભાડે રાખીને તેમજ ભાવનગર જિલ્લામાં આવેલ વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં લેબર તરીકે મજુરી કામ કરી સ્થાનિક જગ્યા વગેરેનો સર્વે/રેકી કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓની ત્રાસવાદી તથા ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપવાની શકયતા નકારી શકાય નહિ, જેથી ભાવનગર જિલ્લામાં જાહેર સલામતી અને સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુસર ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ઉક્ત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જેમાં દર્શાવ્યું છે કે, સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરી વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ પણ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સતા આપેલ વ્યક્તિઓએ પોતાના હસ્તકના મકાનો ભાડે આપતા પહેલા આવા મકાન તથા ભાડુઆતોના નામ/સરનામાની વિગતો નીચેના નમુનામાં સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યાં સિવાય કોઈ પણ વ્યક્તિને તેઓ હસ્તકના મકાન ભાડેથી નહીં આપવા ફરમાવ્યું છે.
જેમાં નં.મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત/ક્યાં વિસ્તારમાં/ ચો.મી.બાંધકામ,મકાન ભાડે આપવા સત્તા ધરાવતાં વ્યક્તિનું નામ,મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડું કેટલું?, જે વ્યક્તિઓને ભાડે આપેલ છે તેમનાં પાકા નામ/સરનામાં/ફોટા/પાસપોર્ટ/ડ્રાઈવીગ લાયસન્સ/પાનકાર્ડ પુરાવારૂપે સાથે આપવા,મકાન માલિકોને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ/ સરનામા/ફોટા/પાસપોર્ટ/ડ્રાઇવીંગ લાયસન્સ/પાનકાર્ડ પુરાવારૂપે સાથે આપવાના રહેશે.
આ જાહેરનામું સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરો/ગામોનાં મકાન માલિકોને લાગુ પડશે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
“જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.”



















Recent Comments