અમરેલી

દામનગર પંથક ને એસ ટી તંત્ર દ્વારા અન્યાય એકાએક ગારીયાધાર મણિનગર રૂટ બંધ કરાતા ભારે નારાજગી

દામનગર ગારિયાધાર  – મણિનગર વાયા દામનગર એક્સપ્રેસ બસ રૂટ બંધ કરી દેવાઈ. મુસાફરોમાં રોષ.. સારી આવક ધરાવતા વર્ષો જુના આ રૂટની બસને શરૂ રાખવા દામનગર થી રજુઆત કરાઈ. એસ. ટી. તંત્ર દ્વારા દામનગર ને મળતી એસ.ટી. સુવિધામા વધારો કરવાને બદલે ધડાધડ મહત્વનાં રૂટ બંધ કરવામાં આવી રહ્યાં હોય આ પંથકના લોકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે… એસ. ટી. વિભાગમાં ડ્રાયવર અને કંડકટરની ઘટ હોવાનું જાણવા મળે છે, પણ સરકાર રાજ્યનાં જિલ્લામાં નવી બસ ફાળવી રહી છે ત્યારે વહેલામાં વહેલી તકે ડ્રાયવર અને કંડકટરો ની ભરતી કરી મુસાફરો માટે આશીર્વાદરૂપ અને સગવડતા માટે ખૂબજ આરામદાયક તેમજ સલામતીની દ્રષ્ટિએ સારી રીતે મુસાફરી થઈ શકે તે માટે રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી અને ગુજરાત રાજ્ય ના માર્ગ પરિવહન નિગમના ચેરમેન અને અધિકારીઓએ સંકલન કરી ને દરેક જિલ્લાઓમાં મહેકમ અને જરૂરીયાત મુજબ ડ્રાયવર અને કંડકટરની ભરતી કરવામા આવે એવી માંગ દામનગર શહેર ના નાગરિકો દ્વારા કરવામાં આવી છે. ભાવનગર વિભાગના ગારિયાધાર ડેપો દ્વારા સંચાલન કરાતી ગારિયાધાર  – મણિનગર વાયા દામનગર એક્સપ્રેસ બસને ડ્રાયવર કંડકટર ની ઘટ હોવાનું જણાવી છેલ્લાં સાતેક દિવસથી બંધ કરી દેવાતા મુસાફરોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે.. આ બસને વહેલી તકે શરૂ કરવા આજે બુધવારે ગારિયાધાર ડેપો મેનેજર ને રજુઆત કરાઈ છે. 

Related Posts