અમરેલી

લાલાના સર્જકોએ લાલાને આત્મસાત  કર્યો’કે???

હાલમાં ગુજરાતી ફિલ્મનો હોટ ટોપિક હોય તો તે હાલમાં ફિલ્મ જગતના પરદે અંકિત થઈને રિલીઝ થયેલ લાલો ફિલ્મ છે. આ ફિલ્મે ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે. હાલ તેની કમાણીનો આંક ૧૦૦ કરોડ ઉપર જઈ રહ્યો છે ત્યારે આ ફિલ્મના સર્જકોની અવનવી વાતો પણ પ્રકાશમાં આવી રહી છે હા, ફિલ્મના અમુક શૂટિંગના સિનોનું ફિલ્માંકન કરવામાં આવ્યું તે જુનાગઢની એક લોકેશનની વાતો પણ હવે પ્રકાશિત થઈ રહી છે. હા, લાલો શૂટ થયું એ ઘરની કહાની પણ ગજબની છે એક સાધારણ પરિવારના આ ઘરમાં લાલોના દ્રશ્યો તો કેમેરામાં કેદ થયાં પરંતુ આ ઘરના માલિકને એના અવેજમાં ફૂટી કોડી પણ આપવામાં આવી નથી એવી વાતો સોશ્યલ મિડિયામાં ચર્ચાઈ રહી છે. વાત કરીએ આ લોકેશનની તો 

 ‘લાલો’ શૂટ થયું એ ઘરના માલિકની દારુણ સ્થિતિ, ખાવાનાં પણ ફાંફાં છે. આ ઘરમાં ઘરના માલિકના જણાવ્યા મુજબ પંદરેક દિવસ શૂટિંગ કરવામાં આવ્યું હતું. સારી અને સુફિયાણી વાતો થઈ અને લાલો ફિલ્મે ‘૧૦૦ કરોડની કમાણી કરી પણ અમને કંઈ ન આપ્યું, શૂટિંગ સમયે માસી માસી કરતાં હવે સામું નથી જોતા’ -એમ મકાન માલિક દ્વારા જણાવવામાં આવ્યું ત્યારે હ્રદયના ઊંડાણમાંથી માત્ર એક જ નાદ ધ્વનિત થયો કે શું લાલોના સર્જકો દ્વારા લાલાને ખરાં અર્થમાં આત્મસાત કરેલ છે ખરો?

ફિલ્મ સફળ થયા પછી લાલો મુવીની સમગ્ર ટીમ વિવિધ સ્થળોએ લોકપ્રિયતાને કેશ કરવા ઘણા ગણમાન્ય હસ્તીઓની મુલાકાત લીધી હતી. પરંતુ લાલો અને યોગેશ્વર કર્મનો સિદ્ધાંત મફતનું લઈશ નહીં. અને કોઇ પણ કાર્યનું મૂલ્ય ચૂકવવું જોઇએ એ વાતનો સંપૂર્ણ અમલ કદાચ અહીં નથી થયો એવું આવી બાબતો પરથી પ્રતિત થાય છે. હા, સફળતાના નશામાં ઘણી વખત પાયાના પથ્થરોને વિસરાઈ જતાં હોય છે..!! સફળતામાં  પણ સ્થિતપ્રજ્ઞ રહીને ગીતાજીના સંદેશને આત્મસાત કરવો એ જ તો ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે.

આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે મહાભારતનું સૌથી ધૂરંધર અને ઝાઝરમાન અને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત કરેલ ભીષ્મ પિતામહે પણ અંતે એના દ્વારા થયેલ કર્મનું ઋણ ચૂકવવા ચારણીની માફક વિંધાયેલ શરીરને બાણશય્યા પર એના એક રકતને વહાવી ઋણ મુક્ત થયાં હતાં અને આખરે કેશવના શરણોમાં ઉતરાયણ પર્વ પર દેહ ત્યાગ કરેલ. આમ કોઈ પણ વ્યક્તિનું ઋણ માથે લઈને જીવી તો શકાય પરંતુ અંતકાળે એ ઋણની ચૂકવણી કરીને જ દેહત્યાગ કરવો જોઈએ એ ગીતાજ્ઞાન પણ લાલો અર્થાત પરમ કૃપાળુ પરમાત્મા કેશવે જ સમજાવી હતી.

આશા રાખીએ કે લાલો ફિલ્મ સો કરોડને પાર થઈ ગઈ છે ત્યારે તેના સર્જકોએ એ જુનાગઢના એક વિસ્તારમાં આવેલ વાણંદની ડેલીમાં રહેતા એ સાધારણ પરિવારને કે જ્યાં લાલોના ઘણાં  સિન શૂટ થયાં છે એ લોકેશન એલોટ કરવાના વળતર રૂપે કોઈ મહાન વિભૂતિની પ્રેરક ઉપસ્થિતિમાં સન્માનજનક રાશિ અર્પણ કરે અને લાલો શિર્ષકની યથાર્થતા સિધ્ધ કરે એ જ અપેક્ષા સહ

Related Posts